ગોરખપુર : અયોધ્યાનો (Ayodhya)ઇતિહાસ ઘણો જૂનો છે પણ 5 ઓગસ્ટે તેના ઇતિહાસમાં વધુ એક અધ્યાય જોડાઈ ગયો છે. આ દરમિયાન બુધવારે ગોરખપુરના (Gorakhpur)ના બીજેપી સાંસદ રવિ કિશન (Ravi Kishan)તે સમયે ભાવુક બની ગયા હતા જ્યારે મીડિયાએ તેમને રામ મંદિરના સ્થાપનાની વાત કરી હતી. તેમણે કહ્યું કે આદરણીય મોહન ભાગવત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહંત નૃત્યગોપાલ મહારાજ અને રામ જન્મભૂમિ માટે પોતાના પ્રાણ આપનાર કારસેવકોને નમન કરું છું. તેમના અથાગ પ્રયત્નથી આજે ફરી આપણે હિન્દુત્વને એક યોગ્ય સ્થાન અપાવવામાં સફળ રહ્યા છીએ. તે માટે આ મહાપુરષોને કોટિ-કોટિ ધન્યવાદ.
સાંસદ રવિ કિશને આ પાવન પ્રસંગે પોતાના સ્વર્ગિય પિતા જી ને યાદ કરતા ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે જો આજે મારા પિતા જીવતા હોત તો આજનો દિવસ તેમના માટે સૌથી મોટો દિવસ હોત. જોકે આજે તે નથી પણ તે જ્યાં પણ હશે તેમને સંતુષ્ઠ થયો હશે. સાસંદ રવિ કિશને કહ્યું કે ગોરખનાથ મંદિરનો અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સાથે ઘણો જૂનો નાતો છે. ગોરખનાથ મંદિરના મહંત દિગ્વિજય નાથ તેના પછી મહંત અવૈધનાથ અને ઉત્તર પ્રદેશના પૂજ્ય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મંદિર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેટલો તેના માટે સાધુવાદ કરવામાં આવે તેટલો ઓછો છે.
બીજેપી સાંસદ રવિ કિશને કહ્યું હતું કે આજે અમારા માટે દિવાળીનો સમય છે. તેમણે ગોરખપુરવાસીઓને પણ વિનંતી કરી છે કે પોતાના ઘર પર દીવો પ્રગટાવે કારણ કે આ પાવન સમયની રાહ 500 વર્ષોથી હતી અને 500 વર્ષો પછી આ પાવન સમય જોવા મળી રહ્યો છે. સાંસદ રવિ કિશને પોતાના નિવાસસ્થાને સુંદરકાંડના પાઠ રાખ્યો હતો. તેમણે કહ્યું કે મંદિરનો આરંભ નહીં એક નવા યુગનો પ્રારંભ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર