ગોરખપુર: ગોરખપુરથી બાસગાંવ લોકસભા મત વિસ્તારમાંથી ભાજપના સાંસદ કમલેશ પાસવાનને એમપી એમએલએ કોર્ટે દોઢ વર્ષની સજા સંભળાવી છે. સાંસદને આ સજા 16 જાન્યુઆરી 2008માં રોડ જામ કરીને પ્રદર્શન કરવાના મામલામાં થઈ છે. તે સમયે બસપાની સરકાર હતી અને પાસવાન સમાજવાદી પાર્ટીમાં હતા. તે દિવસોમાં બસપા સરકારે સપા નેતા અખિલેશ યાદવ અને શિવપાલ યાદવની ધરપકડનો વિરોધ કર્યો હતો. તેના વિરોધમાં સાંસદ પાસવાને ચક્કાજામ કર્યું હતું. કેમ કે હવે આ સજા ત્રણ વર્ષથી ઓછી છે, એટલા માટે હાલમાં તેમને જેલમાં તો જવું પડશે નહીં, પણ કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ તેઓ સેશન કોર્ટમાં અપીલ કરી શકશે.
સપા નેતા અખિલેશ યાદવ અને શિવપાલ યાદવની ધરપકડના વિરોધમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાએ જાન્યુઆરી 2008માં સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ જ ક્રમમાં તત્કાલિન સપા નેતા અને હાલમાં ભાજપની ટિકિટ પરથી લોકસભા પહોંચેલા કમલેશ પાસવાન પણ બીઆરડી મેડિકલ કોલેજના મેન ગેટ પર ધરણા પ્રદર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે શહેરમાં ચક્કાજામ કરવાની કોશિશ કરી હતી. ત્યારે આવા સમયે પોલીસમાં તેમના વિરુદ્ધ નોંધાયેલા કેસમાં કોર્ટમાં સુનાવણી થઈ હતી.
આમને થઈ સજા
કોર્ટે સાંસદ કમલેશ પાસવાન ઉપરાંત તેમની સાથી રામવૃક્ષ યાદવ, રાજીસેમરા નિવાસી મહેશ પાસવાન, ચંદ્રેશ પાસવાન, સરાય નિવાસી રામઆસરે, ખોરાબાર વિસ્તારના રાયગંજ નિવાસી સુનીલ પાસવાન અને ચિલુઆતાલના માનબેલા નિવાસી ખુદુસ ઉર્ફ ઘુહુસને દોષિત ઠેરવ્યા છે. ત્યાર બાદ આ તમામને દોઢ વર્ષની જેલની સજા સંભળાવતા બે બે હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર