Home /News /national-international /

Gorakhnath Temple Attack case: મુર્તઝા અબ્બાસે હુમલા અંગે કરી કબૂલાત, જાણો હુમલો કરવા કેમ થયો મજબૂર

Gorakhnath Temple Attack case: મુર્તઝા અબ્બાસે હુમલા અંગે કરી કબૂલાત, જાણો હુમલો કરવા કેમ થયો મજબૂર

મુર્તઝા અબ્બાસે હુમલા અંગે કરી કબૂલાત, જાણો હુમલો કરવા કેમ થયો મજબૂર

Murtaza's confession: મુર્તઝાની કબૂલાત સાંભળીને લાગે છે કે તે કેટલો કટ્ટરપંથી બની ગયો છે. તેનું એટલું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું કે તે મરવાની અને મારી નાખવાની તૈયારી સાથે આવ્યો હતો. મુર્તઝાની કબૂલાત બાદ મુર્તઝા આતંકવાદી સંગઠનોના સંપર્કમાં હોવાના સવાલ પર હા પાડે તેવી શક્યતા વધી ગઈ છે.

વધુ જુઓ ...
    ગોરખનાથ મંદિર પર હુમલા (Gorakhnath Temple Attack ) ના આરોપી મુર્તઝા અબ્બાસીએ ATS ની પૂછપરછમાં ન માત્ર પોતાના ગુનાકબૂલ કર્યા છે (Murtaza's confession) પરંતુ હુમલા પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેની કબૂલાત પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે કટ્ટરવાદીઓએ તેનું બ્રેઈનવોશ કર્યું હતું. મુર્તઝાની પૂછપરછનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે મુસ્લિમો સાથે ખોટું થઈ રહ્યું છે. CAA NRC પણ ખોટું થઈ રહ્યું છે, કર્ણાટકમાં હિજાબ વિવાદ પણ ખોટું છે. તે આગળ કહે છે કે કોઈને કોઈએ તો કંઈક કરવું જ પડશે. મને આખી રાત ઊંઘ ન આવી અને મેં આ પગલું ભર્યું.

    મુર્તઝા વીડિયોમાં કહી રહ્યો છે કે અમે ઘણા એંગલથી વિચારી રહ્યા હતા કે, હા ભાઈઓ CAA, NRC પણ કરી રહ્યા છે. અમારી સાથે પણ ખોટું થઈ રહ્યું છે. મારા મગજમાં આ એકમાત્ર જસ્ટિફિકેશન ચાલતું હતું. કોઈ પણ કામ કરતા પહેલા માણસ તેનું જસ્ટિફિકેશન (વાજબીપણું) પણ શોધે છે.

    ભાઈ, કર્ણાટકમાં પણ મુસ્લિમો સાથે ખોટું થઈ રહ્યું છે. કોઈ કઈ નથી કરી રહ્યું તો કોઈકે તો કઈક કરવું જ પડશે. તેથી અમે વિચાર્યું, હવે કરો ભાઈ.હું ઘણો ડિપ્રેશનમાં હતો. નેપાળમાં ઊંઘ પણ ન આવી. ટેમ્પો પર અમે ગોરખપુર જવા નીકળ્યા. ગોરખનાથ મંદિરે જ અમને ઉતારવા કહ્યું હતું. અને એએમે અમારું કામ કરીને જતાં રહીશું






    મોર્તઝા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હોવાની શક્યતા વધી


    મુર્તઝાની કબૂલાત સાંભળીને લાગે છે કે તે કેટલો કટ્ટરપંથી બની ગયો છે. તેનું એટલું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું કે તે મરવાની અને મારી નાખવાની તૈયારી સાથે આવ્યો હતો. મુર્તઝાની કબૂલાત બાદ મુર્તઝા આતંકવાદી સંગઠનોના સંપર્કમાં હોવાના સવાલ પર હા પાડે તેવી શક્યતા વધી ગઈ છે.

    આ પણ વાંચો: શું ખરેખર Omicron-XE વેરિયન્ટ હવે ભારતમાં આવી ગયો ? કેન્દ્રએ કહી આ મોટી વાત!

    બીજી તરફ એક અન્ય વીડિયો સામે આવ્યો છે જેમાં ISISના આતંકીના હાથમાં તે જ હથિયાર જોવા મળી રહ્યું છે જે મુર્તઝાના હાથમાં હતું.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર