વિધાનસભા પેટાચૂંટણીમાં ગોપાલગંજથી મહાગઠબંધન સમર્થિત રાજદ ઉમેદવારને ફરી વાર ભૂંડી હાર મળી છે. ભાજપ ઉમેદવાર અને દિવંગત ધારાસભ્ય સુભાષ સિંહની પત્ની કુસુમ દેવીએ 1794 વોટથી જીત નોંધાવી છે. કુસુમ દેવીને કુલ 70053 વોટ મળ્યા છે, જ્યારે રાજદ ઉમેદવાર મોહન પ્રસાદ ગુપ્તાને 68259 વોટ મળ્યા. હાર જીતમાં ઘણા મતનું અંતર જોવા મળ્યું. ભાજપ પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યું. તો વળી મહાગઠબંધનના સાત દળ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી રાજદને ભૂંડી હાર મળી હતી.
ગોપાલગંજ વિધાનસભા પેટાચૂંટણી ધારાસભ્ય સુભાષ સિંહના નિધનના કારણે થઈ હતી. સ્વર્ગીય સિંહ અહીંથી સતત ચાર વાર ધારાસભ્ય રહી ચુક્યા હતા. તેમને કોઈ પણ રાજકીય પાર્ટી સાથે વિખવાદ કે ટકરાવ નહોતો. વર્ષ 2005માં પહેલી વાર રાજદ ઉમેદવારને હરાવીને ધારાસભ્ય બન્યા હતા.
ગોપાલગંજ વિધાનસભા પેટાચૂંટણીમાં મો. શહાબુદ્દીનના પરિવારનું ફેક્ટર જોવા મળ્યું. અલ્પસંખ્યક બહુમતીવાળા આ વિસ્તારના લોકોનું કહેવુ છે કે, પેટાચૂંટણીમાં પ્રચાર માટે મો. શહાબુદ્દીનના પરિવારમાંથી તેમની પત્ની હીના સહાબ અથવા તેમના દિકરા ઓસામાને બોલવાની માગ કરી હતી, પણ આરજેડીએ તેમના પરિવારને પેટાચૂંટણીમાં નજરઅંદાજ કરી દીધા અને પોસ્ટરમાં પણ ક્યાંય જગ્યા ન આપી. તેના કારણે અલ્પસંખ્યક મતદારો નારાજ દેખાયા. જેની અસર પરિણામ પર જોવા મળી. તેથી જ તો અબ્દુલ સલામને ઔવૈસીની પાર્ટીનો સિમ્બોલ ભલે ન મળ્યો તેમ છતાં પણ તેમને 12 હજાર 214 વોટ મળ્યા હતાં.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર