સંતોષ ગુપ્તા, છપરા. બિહાર (Bihar)માં ચાલી લૉકડાઉન (Lockdown) હોવા છતાં છપરામાં અપરાધની ઘટનાઓ ઘટવાનું નામ નથી લઈ રહી. બુધવારે છપરામાં યૂની મની ગોલ્ડ લોન કંપની (Gold Loan Company)ની ઓફિસમાંથી ધોળાદિવસે રોકડ, વિદેશી કરન્સી અને ઘરેણાં સહિત 20 લાખ રૂપિયાની લૂંટ (Robbery) થઈ છે. અપરાધી ગ્રાહકના સ્વાંગમાં કંપનીની ઓફિસ પહોંચ્યા અને હથિયારથી ડરાવીને લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા.
નંદન પથની પાસે બનેલી આ ઘટના બાદ પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે. ઘટના દરમિયાન અપરાધીઓએ ગોલ્ડ લોન કંપનીના કર્મચારીઓ સાથે મારઝૂડ પણ કરી. આ ઘટનાનો લાઇવ વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો જેના આધાર પર પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે. નગર પોલીસ સ્ટેશન અધ્યક્ષ વિમલ કુમારે ઘટનાની પુષ્ટિ કરી છે જોકે તેમણે કહ્યું કે લેખિત નિવેદન મળ્યા બાદ કેટલા રોકડની લૂંટ થઈ છે તેની માહિતી મળી શકશે.
ઘટનાની જાણકારી મળ્યા બાદ એસ.પી. પોતે ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી. છપરાના એસ.પી. સંતોષ કુમારે જણાવ્યું કે સીસીટીવી ફુટેજના આધાર પર અપરાધીઓની ઓળખ કરી ધરપકડનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છપરામાં હાલના દિવસોમાં અપરાધની ઘટનાઓ વધી ગઈ છે. હાલમાં જ બનિયાપુરમાં સીએસપી સાથે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હજુ પોલીસ આ મામલાનું પગેરું શોધી નથી શકી ત્યારે એક નવા મામલાએ પોલીસની મુશ્કેલી વધારી દીધી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર