ધોળેદિવસે Cash Vanના ગાર્ડને માથામાં ગોળી મારી 45 લાખની લૂંટ, આવી રીતે બની સમગ્ર ઘટના

અધિકારીને બચાવવા માટે ગાર્ડે નાણા ભરેલી સૂટકેસ પોતાની પાસે લઈ લીધી, લૂંટારુઓએ ગાર્ડને ઉતાર્યો મોતને ઘાટ

અધિકારીને બચાવવા માટે ગાર્ડે નાણા ભરેલી સૂટકેસ પોતાની પાસે લઈ લીધી, લૂંટારુઓએ ગાર્ડને ઉતાર્યો મોતને ઘાટ

  • Share this:
    અમિત કુમાર ઝા, સુપૌલ. બિહારમાં અપરાધીઓએ ફરી એક વાર લૂંટની મોટી ઘટનાને (Cash Loot In Bihar) અંજામ આપ્યો છે. મામલો સુપૌલ (Supaul) જિલ્લા સાથે જોડાયેલો છે જ્યાં જદિયામાં ધોળેદિવસે અપરાધીઓએ એસઆઇએસ સિક્યુરિટી (SIS)થી એસબીઆઇ એટીએમ (ATM)માં કૅશ ભરવા દરમિયાન 45 લાખ રૂપિયા લૂંટી લીધા. આ દરમિયાન બહાદુરીથી સામનો કરનારા ગાર્ડ સંજય કુમારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. જદિયા પોલીસ સ્ટેશનની હદના મુખ્ય બજાર સ્થિત પેટ્રોલ પંપની નજીક એસબીઆઇ એટીએમની સામે પહેલાથી જ ઘાત લગાવીને બેઠેલા બે લૂંટારૂઓએ આ ઘટનાને અંજામ આપ્યો. આ ઘટના સમગ્ર વિસ્તારમાં વાગુવેગે ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ એસ.પી. મનોજ કુમાર પોતે ઘટના સ્થળ પર પહોંચીને મામલાની તપાસમાં લાગી ગયા.

    ગાર્ડે લૂંટારૂઓનો સામનો કર્યો તો માથામાં મારી દીધી ગોળી

    સોમવારની સાંજે જદિયા બજારના પેટ્રોલ પંપની નજીક એસબીઆઇ એટીએમમાં પૈસા ભરવા માટે બે ગાર્ડની સાથે એસઆઇએસની ટીમ 45 લાખ રૂપિયા ભરેલી સૂટકેસ લઈને પહોંચી. આ દરમિયાન મૃતક ગાર્ડ પણ કેશ ઓફિસરનો સાથે હતો. કેશ ઓફિસર જેવા વેનથી પૈસા લઈને નીચે ઉતર્યા તો લૂંટારૂઓએ તેમની પર હુમલો કરી દીધો. ત્યારબાદ કેશ ભરેલી સૂટકેસ મૃતક ગાર્ડ સંજયે પોતાની પાસે લઈ લીધી અને અપરાધીઓનો સામનો કરવા લાગ્યો. ત્યારબાદ અપરાધીઓએ ગાર્ડ સંજય કુમારના માથામાં ગોળી મારી દીધી. જેના કારણે તે ત્યાં જ ફસડાઈ પડ્યો. ત્યારબાદ અપરાધી આરામથી રૂપિયા ભરેલી સૂટકેસ લઈને ફરાર થઈ ગયા.

    આ પણ વાંચો, સસરાની સલાહ માનીને ખરીદી Lotteryની ટિકિટ, નસીબ ખુલ્યું અને થયો 2.50 કરોડ રૂપિયાનો વરસાદ

    આ પણ વાંચો, માતા-દીકરાની હત્યા કરી લાશોને ઘરના આંગણામાં દાટી દીધી, પોલીસે આવી રીતે ઉકેલી ડબલ મર્ડર મિસ્ટ્રી

    એસપી મનોજ કુમાર પહોંચ્યા જદિયા

    ધોળેદિવસે થયેલી લૂંટ અને હત્યાની ઘટનાથી સમગ્ર પોલીસ બેડામાં હોબાળો મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ એસપી મનોજ કુમાર જદિયા માટે રવાના થઈ ગયા હતા. સૌથી પહેલા તેઓ ત્રિવેણીગંજ હૉસ્પિટલ પહોંચ્યા અને એસઆઇએસના કર્મીઓ પાસેથી ઘટનાની સમગ્ર જાણકારી મેળવી. ત્યારબાદ તેઓ ઘટનાસ્થળ માટે રવાના થયા હતા. ઘટના બાદ પોલીસે નાકાબંધી કરી દીધી છે અને અપરાધીઓની શોધખોળમાં લાગી ગઈ છે. આ ઘટના બાદથી સુપૌલના લોકોમાં ડરનો માહોલ છે.
    Published by:Mrunal Bhojak
    First published: