મનોજ સિન્હા, પટના. બિહાર (Bihar)ના પાટનગર પટના (Patna)માં અપરાધીઓનું જોર વધતું જઈ રહ્યું છે. અપરાધીઓ દ્વારા એક પછી એક અપરાધની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે, તેમ છતાંય પોલીસ (Bihar Police) આવી ઘટનાઓને રોકવામાં નિષ્ફળ પુરવાર થઈ રહી છે. તાજેતરનો મામલામાં હથિયારબંધ અપરાધીઓએ એક યુવકની ગોળી મારીને હત્યા (Murder) કરી દીધી. ગોળી વાગવાના કારણે ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે એનએમસીએચમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.
મૃતકની ઓળખ લલન ગોપના રૂપમાં થઈ છે. મળતી માહિતી મુજબ, લલન ગોપ પોતાના ઘરેથી મોહલ્લામાં જ આવેલા મંદિરમાં પૂજા કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા અપરાધીઓએ તેને ગોળી મારી દીધી, જેના કારણે તેનું મોત થઈ ગયું. યુવકની હત્યાની જાણ થતાં જ પોલીસ એનએમસીએચ પહોંચીને મામલાની તપાસ કરવામાં લાગી ગઈ છે.
ઘટના અંગે મૃતકની માતા ફૂલન દેવીએ જણાવ્યું કે, સુનીલ નામનો યુવક તેના દીકરાને ઘરે બોલાવવા આવ્યો હતો, અને ઘરેથી થોડા જ અંતર પર કુખ્યાત અપરાધી વિકી મોબાઇલ પણ ઊભો હતો. મૃતકની માતાએ વિકી મોબાઇલ પર જ હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, અપરાધી પોતાના મોઢા પર કપડું બાંધીને આવ્યો હતો અને મંદિરની પાસે જ તેણે લલને ગોળી મારી દીધી. જેના કારણે લલન રસ્તા વચ્ચે ફસડાઈ પડ્યો. ઘટનાસ્થળ. હાજર પોલીસે ઘટનાની પુષ્ટિ કરતાં હત્યા પાછળ જૂની અદાવતને કારણભૂત ગણાવી છે.
સમગ્ર મામલા અંગે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સુધીર કુમારે જણાવ્યું કે, મૃતક લલન ગોપ અપરાધિક બેકગ્રાઉન્ડ ધરાવતો હતો અને હાલમાં જ જેલથી છૂટીને બહાર આવ્યો હતો. લલનના સગામાં સાઢુ એવો કુખ્યાત અપરાધી વિકી મોબાઇલ દ્વારા જ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કોઈ વાતને લઈ લલન ગોપ અને વિકી મોબાઇલની વચ્ચે ઝઘડો થયો હોતફ વિવાદના ક્રમમાં જ વિકી મોબાઇલ અન તેના સાગરિતો દ્વારા મળીને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. હાલ પોલીસ ફરાર હત્યારાઓની ધરપકડને લઈ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર