GOOGLE કેરળમાં રાહત અને પુન:વસન માટે 7 કરોડની સહાય કરશે

News18 Gujarati
Updated: August 28, 2018, 2:49 PM IST
GOOGLE કેરળમાં રાહત અને પુન:વસન માટે 7 કરોડની સહાય કરશે
કેરળ પૂર (ફાઈલ ફોટો)

કેરળમાં આવેલા સદીના સૌથી મોટા પૂરમાં 300થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે અને આઠ લાખથી વધુ લોકો ઘરવિહોણા થયા છે.

  • Share this:
સર્ચ જાયન્ટ ગૂગલ કેરળમાં આવેલા ભયંકર પૂર પછીના રાહત અને પુન:વસનની કામગિરી માટે રૂપિયા 7 કરોડની મદદ કરશે. ગૂગલ કંપનીના ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી હતી.

ગૂગલના સાઉથઇસ્ટ એશિયા અને ઇન્ડિયા, વાઇસ પ્રેસિડેન્ડ રાજન અનાદને જણાવ્યુ કે, “ગૂગલ અને ગૂગલ સાથે જોડાયેલા લોકો કેરળમાં પૂર પછીના રાહતકામ અને પુન:વસનના કામ માટે રૂપિયા 7 કરોડની સહાય કરશે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૂગલ ક્રાઇસિસ રિસ્પોન્સ ટીમે કેરળમાં પૂરમાં ફસાયેલા લોકોને મદદ કરવામાં અને ખોવાયેલા લોકોને શોધવામાં મહત્વની મદદ કરી હતી.

ગૂગલે પર્સન ફાઇન્ડર ટૂલ શરૂ કર્યુ હતુ અને એ દ્વારા પૂરમાં ફસાયેલા અથવા ખોવાયેલા લોકોને શોધવામાં મદદ કરી હતી. આ ટૂલની 22 હજાર લોકોએ મદદ લીધી હતી.

એક અંદાજ મુજબ, કેરળમાં આવેલા સદીના સૌથી મોટા પૂરમાં 300થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે અને આઠ લાખથી વધુ લોકો ઘરવિહોણા થયા છે. સરકાર દ્વારા 2787 રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.

કેરળમાં આવેલા ભયાનક પૂરના કારણો લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. કુદરતી આપત્તિમાં સપડાયેલા લોકોને મદદ કરવા માટે અનેક લોકો, સંસ્થાઓ આગળ આવી છે.કેન્દ્ર સરકારે કેરળમાં આવેલા પૂરને ગંભીર પ્રકારની કુદરતી આપત્તિ તરીકે જાહેર કરી છે.
First published: August 28, 2018, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading