ગૂગલે ડૂડલ બનાવીને મહાન સાહિત્યકાર અૃમતા પ્રીતમને કર્યા યાદ

News18 Gujarati
Updated: August 31, 2019, 9:42 AM IST
ગૂગલે ડૂડલ બનાવીને મહાન સાહિત્યકાર અૃમતા પ્રીતમને કર્યા યાદ
અમૃતા પ્રીતમની 100મી જન્મ જયંતીએ ગૂગલ ડૂડલે તેમને ખાસ અંદાજમાં યાદ કર્યા

અમૃતા પ્રીતમની 100મી જન્મ જયંતીએ ગૂગલ ડૂડલે તેમને ખાસ અંદાજમાં યાદ કર્યા

  • Share this:
ગૂગલે આજનું ડૂડલ અમૃતા પ્રીતમના નામે સમર્પિત કર્યુ છે. ગૂગલે એ ડૂડલ અમૃતા પ્રીતમના 100મા જન્મ દિવસના અવસરે તેમના નામે કર્યુ છે. ગૂગલે આ ડૂડલને ખૂબ જ ખાસ અંદાજમાં રજૂ કર્યુ છે.

અમૃતા પ્રીતમ પોતાના સમયની જાણીતી લેખિકાઓ પૈકીની એક હતી. આ ડૂડલમાં એક તસવીરના માધ્યમથી અમૃતા પ્રીતમને લખતાં દર્શાવવામાં આવ્યા છે. આ ડૂડલ પર ક્લિક કરીને આપને અમૃતા પ્રીતમ વિશે તમામ જાણકારી મળી જશે. વર્ષ 1919માં પંજાબના ગુજરાંવાલા જિલ્લામાં જન્મેલી અમૃતા પ્રીતમને પંજાબી ભાષાની પહેલી કવયિત્રી માનવામાં આવે છે.

અમૃતા પ્રીતમ (ફાઇલ તસવીર)


તેઓએ કુલ મળીને લગભગ સોથી વધુ પુસ્તકો લખ્યાં છે, જેમાં તેમની ચર્ચિત આત્મકથા રેવન્યૂ સ્ટેમ્પ પણ સામેલ છે. અમૃતા પ્રીતમ તે સાહિત્યકારોમાં હતાં જેમના લખેલા પુસ્તકો અનેક ભાષાઓમાં અનુવાદ થયા. પોતાના અંતિમ દિવસોમાં અમૃતા પ્રીતમને ભારતના બીજા સૌથી મોટા સન્માન પદ્મવિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પહેલા જ મળી ચૂક્યું હતું.

આ પણ વાંચો, યુવકે રાહુલ ગાંધીને ખુલ્લેઆમ પકડી કરી Kiss, Video વાયરલ

તેમનું બાળપણ
તેમનું બાળપણ લાહોરમાં પસાર થયું, શિક્ષણ પણ ત્યાંથી જ લીધું. નાની ઉંમરથી તેઓએ લખવાનું શરૂ કરી દીધું હતું. તેઓએ પોતાની પંજાબી કવિતા અજ્જ આખાં વારિસ શાહ નૂં માટે ખૂબ જ પ્રશંસા મળી હતી. આ કવિતામાં ભારત વિભાજન સમયે પંજાબમાં થયેલી ભયનાક ઘટનાઓને દુખદ ઉલ્લેખ છે. તેમનું આ કામ ભારત અને પાકિસ્તાન, બંને દેશોમાં વખાણાયું હતું.

આ પણ વાંચો, ગાય સામે કૃષ્ણની જેમ વાંસળી વગાડવાથી તે વધુ દૂધ આપે છે - ભાજપ ધારાસભ્ય
First published: August 31, 2019, 9:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading