Google મેપ પર કાશ્મીરના બે નકશા, ભારત માટે અલગ, બીજા દેશો માટે વિવાદિત

News18 Gujarati
Updated: February 15, 2020, 8:22 PM IST
Google મેપ પર કાશ્મીરના બે નકશા, ભારત માટે અલગ, બીજા દેશો માટે વિવાદિત
Google મેપ પર કાશ્મીરના બે નકશા, ભારત માટે અલગ, બીજા દેશો માટે વિવાદિત photo. video grab

ગુગલે પોતાની મેપ (Google Map)સર્વિસમાં દુનિયાભરના દેશોની સરહદોને નવી રીતથી ડિઝાઈન કરી છે

  • Share this:
વોશિંગ્ટન : ગુગલે પોતાની મેપ (Google Map)સર્વિસમાં દુનિયાભરના દેશોની સરહદોને નવી રીતથી ડિઝાઈન કરી છે. ખોટા મેપના કારણે ટીકોઓ સહન કર્યા પછી ગુગલે હવે આ વ્યવસ્થા કરી છે. હવે ખ્યાલ રાખવામાં આવશે કે તમે ગુગલ મેપ કયા સ્થાનેથી બેસીને જોઈ રહ્યા છો. જે દેશમાં તમે મેપ જોઈ રહ્યો છો તે પ્રમાણે તમને મેપ જોવા મળશે. જો તમે ભારતમાં બેસીને ભારત અને ખાસ કરીને કાશ્મીરનો નકશો જોઈ રહ્યા છો તો તમને આખા જમ્મુ કાશ્મીરનો મેપ જોવા મળશે. જો તમે દુનિયાના કોઈ અન્ય દેશમાં બેસીને મેપ જોઈ રહ્યા છો તો તમને આખું કાશ્મીર વિવાદિત જોવા મળશે.

અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટના મતે જ્યારે તમે ભારતમાં કાશ્મીરનો નકશો જોશો તો તમને આખું જમ્મુ કાશ્મીર ભારતના નકશા સાથે જોવા મળશે. જ્યારે દુનિયાના બીજા દેશોમાં તેને ડોટેડ લાઇનથી વિવાદિત ભાગના રુપમાં બતાવવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે Google માનચિત્ર હવે તમારા દ્વારા શોધવામાં આવતા દેશના આધારે બદલી દેશે.

રિપોર્ટ પ્રમાણે કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે Google પાસે વિવાદિત ક્ષેત્રોને બતાવવા માટે એક સુસંગત અને વૈશ્વિક નીતિ છે, જે વિવાદિત કે દાવો કરનાર રાષ્ટ્રો દ્વારા કરવામાં આવે છે. તેનો અર્થ એ નથી કે અમે કોઈનો પક્ષ લઈ રહ્યા છીએ. ઘણી ચીજોને સ્થાનીય ડોમેન માટે સ્નાનીયકૃત કરવામાં આવ્યું છે. ગુગલના પ્રવક્તાનું કહેવું છે કે અમે અમારા ઉપયોગકર્તાને સૌથી સમૃદ્ધ, સૌથી અપડેટ અને સટીક માનચિત્ર ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે બોર્ડરના ઉપલબ્ધ ડેટાના આધારે અપડેટ કરીએ છીએ. અમને આ જાણકારી અધિકૃત રુપથી જવાબદાર સ્ત્રોતથી લઈએ છીએ.

રિપોર્ટ પ્રમાણે આર્જેન્ટિનાથી લઈને યૂનાઇટેડ કિંગડમ અને ઇરાન સુધી સરહદો અલગ-અલગ જોવા મળે છે. તે તેના ઉપર નિર્ભર કરે છે કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો.
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading