Home /News /national-international /ગૂગલ પર ભારતે 936 કરોડનો દંડ ફટકાર્યો, આ મહિને બીજી એન્ટ્રી ટ્રસ્ટ પેનલ્ટી

ગૂગલ પર ભારતે 936 કરોડનો દંડ ફટકાર્યો, આ મહિને બીજી એન્ટ્રી ટ્રસ્ટ પેનલ્ટી

ગૂગલ પર ભારતે 936 કરોડનો દંડ ફટકાર્યો

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ મંગળવારે ગૂગલ પર 936.44 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ દંડ પ્લે સ્ટોરની નીતિઓના સંબંધમાં અયોગ્ય વેપાર વ્યવહાર માટે લાદવામાં આવ્યો છે. cciને જાણવા મળ્યું કે, ગૂગલે તેના પ્રભાવશાળી પદનો દુરુપયોગ કર્યો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ મંગળવારે ગૂગલ પર 936.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ પ્લે સ્ટોરની નીતિઓના સંબંધમાં અયોગ્ય વેપાર વ્યવહાર માટે લાદવામાં આવ્યો છે. cciને જાણવા મળ્યું કે, ગૂગલે તેના પ્રભાવશાળી પદનો દુરુપયોગ કર્યો છે. રેગ્યુલેટરે કંપનીને અન્યાયી બિઝનેસ પ્રેક્ટિસ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. CCIએ નિવેદનમાં કહ્યું કે, તેણે Google ને નિર્ધારિત સમયમર્યાદામાં તેનું વર્તન સુધારવા માટે નિર્દેશ આપ્યો છે. એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજી વખત છે જ્યારે CCIએ Google વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: Googleને મોટો ઝટકો, કોમ્પિટિશન કમિશને 1,337 કરોડનો દંડ ફટકાર્યો

નોંધનીય છે કે, આ પહેલા કોમ્પિટિશન કમિશને ગૂગલ (Competition Commission of India) પર 1,337.76 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ સેક્ટરમાં બજારમાં તેની મજબૂત સ્થિતિનો દુરુપયોગ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સાથે cciએ અગ્રણી ઈન્ટરનેટ કંપનીને અન્યાયી વ્યાપારી ગતિવિધિઓને રોકવા અને રોકવાનો નિર્દેશ આપ્યો હતો. cciએ ગુરુવારે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, ગૂગલને નિર્ધારિત સમયમર્યાદામાં તે કેવી રીતે કાર્ય કરે છે તેમાં સુધારો કરવા માટે પણ નિર્દેશિત કરવામાં આવ્યો હતો. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ટ્વીટ કર્યું, "એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસ ઈકોસિસ્ટમમાં બહુવિધ બજારોમાં સ્થાનનો દુરુપયોગ કરવા બદલ ગૂગલને દંડ ફટકારવામાં આવ્યો છે."
First published:

Tags: Google News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો