ગૂગલ, ફેસબુક અને ટ્વિટરની પાક. સરકારને ચેતવણી, કાયદો નહીં બદલો તો બિઝનેસ સંકેલી લઈશું

ફાઇલ તસવીર

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને (Imran Khan) બુધવારે જાહેરાત કરી હતી કે હવે અહીં ઇન્ટરનેટ પર સેન્શરશિપ લગાવવામાં આવશે.

 • Share this:
  ઇસ્લામાબાદ: નવો ડિજિટલ કાયદો (Pakistan New Digital Law) આવવાથી પાકિસ્તાનમાં બબાલ થઈ ગઈ છે. ઇન્ટરનેટ અને ટેક્નોલૉજીની મોટી કંપનીઓએ પાકિસ્તાન (Pakistan)ની ઇમરાન ખાન સરકારને ધમકી આપી છે કે જો આ કાયદામાં ફેરફાર કરવામાં નહીં આવે તો તે લોકો પાકિસ્તાનમાંથી પોતાનો બિઝનેસ સંકેલી લેવા માટે મજબૂર બનશે. આ કંપનીઓમાં ગૂગલ, ફેસબુક અને ટ્વિટર જેવી મોટી કંપનીઓ પણ સામેલ છે. નોંધનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને (Imran Khan) બુધવારે જાહેરાત કરી હતી કે હવે અહીં ઇન્ટરનેટ પર સેન્શરશિપ (Internet Censorship- Pakistan) લગાવવામાં આવશે. નિયમો તોડતી કંપનીઓને મોટો દંડ ફટકારવામાં આવશે.

  આ કાયદો ચિંતાજનક

  સરકારી નીતિઓ સામે વૈશ્વિક ઇન્ટરનેટ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન એશિયા ઇન્ટરનેટ ગઠબંધને એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે ઇન્ટરનેટ કંપનીઓને નિશાન બનાવતો નવો કાયદો ચિંતાજનક છે. નોંધનીય છે કે ગૂગલ, ફેસબુક અને ટ્વિટર પણ આ ગઠબંધનનો હિસ્સો છે. કંપનીએ આ વાત એવા સમયે કહી છે જ્યારે આઈટી મંત્રાલયે બે દિવસ પહેલા આ અંગે જાહેરાત કરી છે.

  આ પણ વાંચો: લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ, ગિરનારની ગોદમાં આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજાય

  શું છે કાયદો?

  પાકિસ્તાનના વર્તમાનપત્ર ડૉનના જણાવ્યા પ્રમાણે આઈટી મંત્રાલય તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલા નિયમો અંતર્ગત સોશિયલ મીડિયા કંપની અને ઇન્ટરનેટ સેવા આપતી કંપનીઓએ એવી દરેક જાણકારી આપવી પડશે, જેની તપાસ એજન્સી માંગણી કરશે. આ જાણકારીમાં સબ્સ્ક્રાઇબરની માહિતી, ટ્રાફિક ડેટા અને યૂઝરના ડેટા જેવી સંવેદનશીલ જાણકારી પણ સામેલ હોઈ શકે છે.

  આ પણ જુઓ-

  નવા નિયમ પ્રમાણે સોશિયલ મીડિયા કંપની અને ઇન્ટરનેટ સેવા આપતી કંપનીઓ પર ઇસ્લામથી અલગ અભિપ્રાય આપતી સામગ્રી, આતંકવાદને પ્રોત્સાહન આપવું, અભદ્ર ભાષા, અશ્લીલ સાહિત્ય કે કોઈ સામગ્રીને ખતરામાં નાખવા માટે 3.14 મિલિયન ડૉલર સુધીનો દંડ ફટકારવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published: