Home /News /national-international /India Republic Day: ગણતંત્ર દિવસ પર Googleએ બનાવ્યું ખાસ ડૂડલ

India Republic Day: ગણતંત્ર દિવસ પર Googleએ બનાવ્યું ખાસ ડૂડલ

Googleના ડૂડલમાં સમગ્ર ભારતની સંસ્કૃતિ અને વારસાની છાપ દર્શાવવામાં આવી

Googleના ડૂડલમાં સમગ્ર ભારતની સંસ્કૃતિ અને વારસાની છાપ દર્શાવવામાં આવી

નવી દિલ્હીઃ ભારત આજે પોતાનો 72મો ગણતંત્ર દિવસ (Republic Day 2021) ઉજવી રહ્યો છે. 26 જાન્યુઆરીના દિવસે રાજપથ પર ભારતની સંસ્કૃતિ, સૈન્ય તાકાત અને વિકાસને દર્શાવવામાં આવે છે, જે દરેક ભારતીય માટે ગર્વની વાત હોય છે. આ દરમિયાન ગૂગલે પણ ભારતના 72મા ગણતંત્ર દિવસના પ્રસંગે પોતાનું ખાસ ડૂડલ બનાવ્યું છે. ગૂગલ (Google)ના ડૂડલ (Doodle)માં સમગ્ર ભારતની સંસ્કૃતિ (Indian Culture) અને વારસા (Indian Heritage)ની છાપ દર્શાવવામાં આવી છે. તેમાં વિકાસની તરફ અગ્રેસર ભારત દર્શાવવામાં આવી રહ્યું છે.

ગૂગલના આ ખાસ ડૂડલ પર ક્લિક કરતાં જ નવું ગૂગલ પેજ ખુલી જાય છે. આ પેજ સંપૂર્ણપણે ભારતના ગણતંત્ર દિવસ પર આધારિત છે. તેમાં ફોટો, સમાચાર, જાણકારી સહિત અન્ય સામગ્રી છે, જેને લોકો સરળતાથી વાંધી અને જોઈ શકે છે.


ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેઓએ PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, દેશવાસીઓને ગણતંત્ર દિવસની અનેક શુભકામનાઓ. જય હિંદ.



આ પણ વાંચો, Republic Day 2021: દેશની આઝાદી માટે આ 7 મહિલાઓએ છોડ્યું હતું ઘર, સમાજ માટે બની પ્રેરણારૂપ

ગણતંત્ર દિવસ પરેડમાં રાજપથ પર 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખીઓ, રક્ષા મંત્રાલયની 6 ઝાંખીઓ, અન્ય કેન્દ્રીય મંત્રાલયો અને અર્ધસૈનિક દળોની 9 ઝાંખીઓ સહિત 32 ઝાંખીઓમાં દેશની સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ધરોહર, આર્થિક ઉન્નતિ અને સૈન્ય તાકાતની આન બાન શાન જોવા મળશે.

આ પણ વાંચો, રાષ્ટ્રપતિ ભવનમાં નેતાજીની પેઇન્ટિંગ પર સવાલ ઉઠાવનારા સામે સ્મૃતિ ઈરાનીના આકરા વાર

નોંધનીય છે કે, ભારત મંગળવારે ગણતંત્ર દિવસ પરેડ દરમિયાન રાફેલ ફાઇટર પ્લેનની ઉડાનની સાથે ટી-20 ટેન્કો, સમવિજય ઇલેક્ટ્રોનિક યુદ્ધક પ્રણાલી, સુખોઈ-30 એમકે આઇ ફાઇટર પ્લેનોની સાથે પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરશે.

દેશ માટે બલિદાન આપનારા નાયકોને પુષ્પ અર્પિત કરશે વડાપ્રધાન


રાષ્ટ્રીય સમર સ્મારક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશ માટે બલિદાન આપનારા નાયકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે ગણતંત્ર દિવસ પરેડ સમારોહની શરૂઆત થશે. મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન દેશ માટે બલિદાન આપનારા નાયકો પર પુષ્પ અર્પિત કરશે. ત્યારબાદ વડાપ્રધાન અને અન્ય વિશિષ્ટગણ રાજપથ પર પરેડના સાક્ષી બનશે.

પરંપરા મુજબ ધ્વજ વંદન કર્યા બાદ રાષ્ટ્રગીત અને 21 તોપોની સલામી આપવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ધ્યજ વંદન કર્યા બાદ પરેડની શરૂઆત થશે.
First published:

Tags: Doodle, Google doodle, Republic day, Republic Day 2021, Republic day parade, ગૂગલ