70મા પ્રજાસત્તાક દિવસ પર ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ, દેખાય છે ભારતની ઝલક

News18 Gujarati
Updated: January 26, 2019, 8:18 AM IST
70મા પ્રજાસત્તાક દિવસ પર ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ, દેખાય છે ભારતની ઝલક
ગૂગલ ડૂડલ

26 જાન્યુઆરીના અવસરે ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યુ છે, આ રંગ-બેરંગી ડૂડલમાં રાષ્ટ્રપતિ ભવન અને કુતુબ મીનાર દર્શાવવામાં આવ્યા છે

  • Share this:
26 જાન્યુઆરીના રોજ ભારતના 70મા પ્રજાસત્તાક દિવસ પર ગૂગલે ડૂડલ બનાવીને સન્માન આપ્યું છે. આજે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકે સન્માનિત આપણો દેશ 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે.

રાજધાની દિલ્હી સ્થિત રાજપથ પર દેશના અલગ-અલગ રાજ્યોના ટેબ્લો નિકળશે. સેનાના જવાનોની ટુકડીઓ પોતાની દમ પ્રદર્શિત કરશે. તે સમારોહનું ખાસ આકર્ષણ હોય છે. આ અવસરે રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલ સેનાની સલામી લે છે. દેશભરની સ્કૂલોથી આવેલા બાળકો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરે છે અને દેશભક્તિ કાર્યક્રમોનું આયોજન થાય છે.

આ બધાની વચ્ચે જેની પર સૌની નજર રહેશે તે હશે આપાણ પ્રજાસત્તાક પર્વની અતિથિ. આ વખતે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ માતામેલા સિરિલ રામાફોસા પ્રજાસત્તાક દિવ એટલે કે 26 જાન્યુઆરીના દિવસે આપણા અતિથિ છે.

આ પણ વાંચો, પદ્મ એવોર્ડ પ્રાપ્ત કરનારા 'નવરત્ન' ગુજરાતીઓ!

માતામેલા સિરિલ રામાફોસા રાજકારણ છોડી ચૂક્યા હતા. તેઓએ પોતાને બિઝનેસમાં વ્યસ્ત કરી દીધા હતા. તેઓએ દક્ષિણ આફ્રિકામાં વિશ્વ પ્રસિદ્ધ ફૂડ બ્રાન્ડ મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝી લીધી. બાદમાં તેને આર્થિક ફાયદા સાથે વેચી દીધી. તેઓએ અનેક વ્યવસાયોમાં પૈસા લગાવ્યા અને તેનાથી મોટી કમાણી કરી. હવે દેશના સૌથી ધનિકોમાં તેમની ગણના થાય છે.
First published: January 26, 2019
વધુ વાંચો
अगली ख़बर