ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક અને મહાન ભૌતિક વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની આજે 100મી જન્મજયંતી છે. વિક્રમ સારાભાઈને શ્રદ્ધાસુમન સમર્પિત કરતાં તેમના સન્માનમાં Google Doodle બનાવવામાં આવ્યું છે.
વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ થયો હતો. વિક્રમ સારાભાઈ પોતાના યુગના એ વૈજ્ઞાનિકો પૈકીના જે પોતાની સાથે કામ કરનારા વૈજ્ઞાનિકો અને ખાસ કરીને યુવા વૈજ્ઞાનિકોને આગળ વધવામાં મદદ કરતા હતા. આ જ કારણે હતું કે તેમને એક ઉત્તર લીડર પણ માનવામાં આવતા હતા. સારાભાઈએ 1947માં અમદાવાદમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પીઆરએલ)ની સ્થાપના કરી હતી. નોંધનીય છે કે, ગૂગલ અલગ-અલગ ક્ષેત્રની એવી મોટી હસ્તીઓના Google Doodle બનાવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે જમેણે સમાજ માટે મોટું યોગદાન આપ્યું છે.
વિક્રમ સારાભાઈના પિતા ઉદ્યોગપતિ હતા અને ભૌતિક વિજ્ઞાનના અધ્યયન-અનુસંધાનના આ કેન્દ્ર માટે તેમને પોતાના પિતાથી જ નાણાકીય મદદ મળી હતી. તે સમયે સારાભાઈની ઉંમર માત્ર 28 વર્ષ હતી પરંતુ થોડાક જ વર્ષોમાં તેઓએ પીઆરએલને વિશ્વસ્તરીય સંસ્થાન બનાવી દીધું. સારાભાઈને તેમના ઉત્તમ યોગદાન માટે વર્ષ 1966માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિક્રમ સારાભાઈને ભારતીય સ્પેસ પ્રોગ્રામના જનક પણ માનવામાં આવે છે. તેઓએ 1962માં શાંતિ સ્વરૂપ ભટનાગર મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 30 ડિસેમ્બર 1971ના રોજ તેમનું મૃત્યુ તે સ્થાનની નજીક થયું હતું જ્યાં તેઓએ ભારતનું પહેલું રોકેટ પરીક્ષણ કર્યુ હતું. ડિસમ્બરના અંતિમ સપ્તાહમાં તેઓ થુંબામાં એક રશિયન રોકટેનું પરીક્ષણ જોવા પહોંચ્યા હતા અને ત્યાં કોવલમ બીચના એક રિસોર્ટમાં રાતના સમયે ઊંઘમાં જ તેમનું મૃત્યુ થયું હતું.