Home /News /national-international /આખી દુનિયા ગત રોજ ગૂગલ પર ફક્ત આ એક વસ્તુ શોધી રહી હતી: સુંદર પિચાઈએ કર્યો સૌથી મોટો ખુલાસો

આખી દુનિયા ગત રોજ ગૂગલ પર ફક્ત આ એક વસ્તુ શોધી રહી હતી: સુંદર પિચાઈએ કર્યો સૌથી મોટો ખુલાસો

sundar pichai

ફુટબોલ ફેન્સે રવિવારે ફીફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ અપડેટ જાણવા માટે ગૂગલ સર્ચનો એટલો સહારો લીધો કે, આ સર્ચ એન્જીને વિતેલા 25 વર્ષમાં સૌથી વધારે ટ્રાંફિક રેકોર્ડ હતો.

નવી દિલ્હી: ફુટબોલ ફેન્સે રવિવારે ફીફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ અપડેટ જાણવા માટે ગૂગલ સર્ચનો એટલો સહારો લીધો કે, આ સર્ચ એન્જીને વિતેલા 25 વર્ષમાં સૌથી વધારે ટ્રાંફિક રેકોર્ડ હતો. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. ફાઈનલ મેચમાં ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને આર્જેંટિનાએ પોતાનો ત્રીજો વર્લ્ડ કપ ખિતાબ જીત્યો છે. દુનિયાભરમાં લિયોનલ મેસી અને આર્જેંટિના ફુટબોલ ટીમના લાખો પ્રશંસકો ખુથીથી નાચવા લાગ્યા હતા.



સુંદર પિચાઈએ ટ્વિટ કર્યું, સર્ચે રવિવારે વિતેલા 25 વર્ષોમાં સૌથી વધારે ટ્રાફિક નોંધ્યો છે, એવું લાગી રહ્યું હતું કે, આખી દુનિયા ઈન્ટરનેટ પર એક જ વસ્તુ શોધી રહી હતી. પિચાઈ ખુદ બહુ મોટા ખેલ પ્રશંસક છે. તેમને ફુટબોલ, ક્રિકેટ, લોન ટેનિસ, બાસ્કેટ બોલ ખૂબ જ પસંદ છે. ગૂગલના સીઈઓએ આર્જેંટિના અને ફ્રાંન્સની વચ્ચે ફીફા વર્લ્ડ કપ 2022 ફાઈનલ મેચને અત્યાર સુધીની સૌથી મહાન ટક્કર ગણાવી હતી. તેમણે ફાઈનલમાં બંને ટીમના ખૂબ વખાણ કર્યા હતા.


સુંદર પિચાઈએ ફીફા વર્લ્ડ કપ ફાઈનલની ટક્કરને લઈને ટ્વિટ કર્યું, અત્યાર સુધીની સૌથી મહાન મેચમાંની એક. આર્જેંટિના અને ફ્રાન્સ બંને ટીમ શાનદાર રમી. ફુટબોલ એક શાનદાર રમત છે. મેસ્સીથી વધારે તેનો કોઈ હકદાર નથી. તે આ રમતમાં મહાન ખેલાડીઓમાનો એક છે. શું શાનદાર રીતે કરિયરનો અંત કર્યો છે. આ મેચનું વિશેષ મહત્વ હતું. કેમ કે તે ચેમ્પિયન ખેલાડી લિયોનેલ મેસ્સીની અંતિમ ફિફા મેચ હતી. ખિતાબ જીતવાનું તેનું સપનું હતું. આર્જેંટિના આ સુપરસ્ટારે અંતિમ વર્લ્ડ કપ મેચમાં ચેમ્પિયન બનવાનું સપનું પુરુ કર્યું.
First published:

Tags: Fifa-world-cup, Google News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો