Home /News /national-international /

અમારું ઘર નાનુ હતું, ફ્રિજ નહોતું, ભોંયતળીયે સુતા'તા: Google CEOની પ્રેરક કહાની

અમારું ઘર નાનુ હતું, ફ્રિજ નહોતું, ભોંયતળીયે સુતા'તા: Google CEOની પ્રેરક કહાની

સુંદર પિચાઇ- ગૂગલ સીઈઓ (ફાઇલ તસવીર)

સુંદર પિચાઇ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT-ખરગપુર)માં ભણ્યા હતા અને ત્યારબાદ તેઓ અમેરિકામાં સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ માટે ગયા હતા.

    વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કંપનીઓમાંથી એક એવી ગૂગલ કંપનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) સુંદર પીચાઇની જીવનની કથા પ્રેરણાદાયી છે. સુંદર પિચાઇનો પરિવાર તામિલનાડુનાં ચેન્નઇમાં રહેતો હતો. સુંદર પિચાઇનું બાળપણ અહીંયા ખુબ સામાન્ય પરિવારમાં વિત્યુ હતું.

    ન્યૂયોર્ક ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, અમારુ જીવન ખુબ જ સાદગીભર્યુ હતું. અત્યારથની દુનિયા કરતા ઘણુ સારુ હતું. સામાન્ય કહી શકાય એવા ઘરમાં અમે રહેતા હતા. બાજુમાં ભાડુઆતો રહેતા. ઘરનાં સભ્યો જમીન પર સૂતા હતા. હું જ્યારે નાનો ત્યારે અમારા વિસ્તારમાં દુષ્કાળ પડ્યો હતો અને અમે ખુબ ચિંતામાં હતા. આજે પણ હું, રાત્રે સુતી વખતે મારી સાથે પીવાના પાણીની બોટલ રાખું છું. અમારી આસપાસ રહેતા બધા લોકોના ઘરે રેફ્રીજરેટર હતા. ઘણી મહેનત કર્યા પછી અમારા ઘરે પણ રેફ્રીજરેટર આવ્યુ હતુ ત્યારે અમારા આનંદનો પાર નહોતો રહ્યો.”

    બાળપણમાં તેમની પાસે વાંચવા માટે ખુબ સમય હતો. સુંદર પિચાઇએ જણાવ્યું કે, “મારા હાથમાં જે આવતું તે હું વાંચી જતો. મેં ડિકન્સને વાંચ્યા છે. બાળપણમાં મિત્રો. ગલીમાં ક્રિકેટ રમવું અને પુસ્તકો વાચંવા એ જ જિંદગી હતી. પણ જીવનમાં ક્યારેય એવો અહેસાસ નહોતો થયો કે આપણી પાસે કશું નથી.”

    સુંદર પિચાઇ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT-ખરગપુર)માં ભણ્યા હતા અને ત્યારબાદ તેઓ અમેરિકામાં સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ માટે ગયા હતા.

    “એ વખતે અભ્યાર દરમિયાન લેબોરેટરી મળે અને કોમ્પ્યુટર મળે એ ખુબ મોટી વાત હતી. હું આ નાની-નાની વાતોમાં એટલે ગુંચવાયેલો રહેતો કે મને એટલી ખબર નહોતી કે, દુનિયામાં ઇન્ટરનેટ ક્રાંતિ થઇ રહી છે.” સુંદર પિચાઇએ નિખાલસતાથી વાત કરતા કહ્યું.

    સુંદર પિચાઇ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેન્યાની વોર્ટન સ્કૂલમાંથી એમ.બી.એની ડિગ્રી પણ ધરાવે છે. તેઓ 2004માં ગૂગલ કંપનીમાં જોડાયા હતા અને જે ટીમે ક્રોમ બ્રોસર બનાવ્યું તે ટીમનાં તેઓ એક સભ્ય હતા. 2015માં તેમને ગૂગલ કપંનીનાં સી.ઇ.ઓ બનાવવામાં આવ્યા.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Life, સુંદર પિચાઇ

    આગામી સમાચાર