Weather Forecast: રાહતના સમાચાર, જૂનથી સપ્ટેમ્બર સુધી સારા વરસાદની સંભાવના

Weather Forecast: રાહતના સમાચાર, જૂનથી સપ્ટેમ્બર સુધી સારા વરસાદની સંભાવના
(પ્રતિકાત્મક તસવીર - Shutterstock)

મોસમની જાણકારી આપનાર એજન્સી સ્કાઇમેટે (Weather Forecast 2021)એક સારા સમાચાર આપ્યા, એજન્સીએ 2021માં વરસાદ સારો રહેવાનો અંદાજ લગાવ્યો

  • Share this:
    નવી દિલ્હી : હાલ દેશમાં ઘણા ભાગમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આવામાં મોસમની જાણકારી આપનાર એજન્સી સ્કાઇમેટે (Weather Forecast 2021)એક સારા સમાચાર આપ્યા છે. એજન્સીએ 2021માં વરસાદ (Monsoon)સારો રહેવાનો અંદાજ લગાવ્યો છે. ચોમોસાના ચાર મહિના જૂન, જુલાઇ,ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની સંભાવના છે. એજન્સીએ અંદાજ લગાવ્યો છે કે એવરેજ વરસાદ 880.6 મિમીની સરખામણીમાં 103 ટકા વરસાદ થઇ શકે છે.

    ખાસ વાત એ છે કે મોનસૂનના શરૂઆતના મહિનામાં સારો વરસાદ થઇ શકે છે. સ્કાઇમેટે કહ્યું કે જૂન અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદના સંકેત જોવા મળી રહ્યા છે.જોકે ઉત્તર ભારતના મેદાની ભાગ અને દેશના ઉત્તર-પૂર્વના કેટલાક ક્ષેત્રોમાં વરસાદ ઓછા પડી શકે છે. એજન્સીએ કહ્યું કે આંતરિક કર્ણાટકમાં પણ જુલાઇ-ઓગસ્ટમાં મોનસૂન કમજોર રહેશે. ખાસ વાત છે કે આ બંને મહિનાને મોનસૂનનો પ્રમુખ સમય માનવામાં આવે છે.



    સ્કાઇમેટના આંકડા જણાવે છે કે જૂનમાં 166.9 મિમીના મુકાબલે 106 ટકા વરસાદ થઇ શકે છે. એજન્સીના મતે આ દરમિયાન 70 ટકા સંભાવના સામાન્ય વરસાદની છે. જ્યારે 20 ટકા સંભાવના છે કે વધારે વરસાદ થઇ શકે છે. સામાન્યથી ઓછા વરસાદની સંભાવના ફક્ત 10 ટકા જ છે.

    આ પણ વાંચો - કોરોના મહામારી દૂર થાય તે માટે રાજકોટના મહંતે 21 દિવસ સુધી મૌન વ્રત પાળી 7 ધૂણી તપસ્યા શરૂ કરી

    જૂનના મુકાબલે જુલાઇમાં મોનસૂનના પ્રદર્શન પર અસર પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે 289 મિમીના મુકાબલે 97 ટકા વરસાદ થઇ શકે છે. આ દરમિયાન 75 ટકા સંભાવના છે કે સામાન્યથી વધારે વરસાદ થશે. ઓગસ્ટમાં વરસાદની સ્થિતિ સુધરશે અને 258 મિનીના મુકાબલે 99 ટકા વરસાદ થઇ શકે છે. આ દરમિયાન 80 ટકા સંભાવના સામાન્ય વરસાદની છે.

    સ્કાઇમેટના આંકડા બતાવે છે કે સપ્ટેમ્બરમાં વધારે વરસાદ થઇ શકે છે. એજન્સીનો અંદાજ છે કે આ દરમિયાન 170.2 મિમીના મુકાબલે 116 ટકા વરસાદ થઇ શકે છે. ત્રણ મહિનાના મુકાબલે સપ્ટેમ્બરમાં વધારે વરસાદ થશે.
    Published by:Ashish Goyal
    First published:April 13, 2021, 19:34 pm

    ટૉપ ન્યૂઝ