રાહતના સમાચાર : ભારતમાં કોરોનાના દર્દીઓના સાજા થવાની ટકાવારી વધી, 38 ટકા દર્દી સાજા થયા

રાહતના સમાચાર : ભારતમાં કોરોનાના દર્દીઓના સાજા થવાની ટકાવારી વધી, 38 ટકા દર્દી સાજા થયા
પ્રતિકાત્મક તસવીર

Lockdown 4 શરૂ થાય તેના પ્રથમ દિવસે સારા સમાચાર આવ્યા, છતાં તકેદારી એજ સુરક્ષા

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા જતા કેસોની સામે લૉકડાઉન (Lockdown 4.0) શરૂ થયાના પ્રથમ દિવસે જ ભારત સરકાર દ્વારા રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના દર્દીઓ જલ્દી સાજા થઈ રહ્યા છે. ભારતમાં (india)માં કોરોના વાયરસના 96,169 દર્દીઓ સંક્રમિત થયા છે. આ દર્દીઓમાંથી 36,284 દર્દીઓ સાજા થઈ ગયા છે. એટલે કે દેશમાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા માત્ર 56,136 થઈ છે.

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રવિવારે જણાવ્યું હતું કે પાછલા ત્રણ દિવસમાં ભારતમાં કેસનો ડબલીંગ રેટ 13.6 દિવસનો થયો જે પાછલા 14 દિવસમાં 11.5 દિવસ હતો. દેશમાં રવિવારે કોરના વાયરસના સૌથી વધુ કેસ જોવા મળ્યા હતા. રવિવારે દેશમાં કોરોનાના 5,000 કેસ નોંધાયા હતા. દરમિયાન કોરોના વાયરસના કેસનો ડેથ રેટ પણ ઘટીને 3.1% થઈ ગયો છે. આમ કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા છેલ્લા એક અઠવાડિયામાં 7%નો વધારો થયો છે.  આ પણ વાંચો :  Cyclone Amphan: આગામી 12 કલાક ભારે, વાવાઝોડું ‘સુપર સાઇક્લોન’માં ફેરવાશે

  કોરોના વાયરસથી પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં આ સંખ્યા 33,053 થઈ ગઈ છે. આ પૈકીના 7,688 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 24,167 એ જ રીતે, ગુજરાતમાં દર્દીઓની કુલ સંખ્યા 11,379 છે જ્યારે સક્રિય કેસ 6,221 છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4,499 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 10,054 થઈ ગઈ છે જ્યારે 4,485 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે. દિલ્હીમાં 5,409 સક્રિય કેસ છે.

  આ પણ વાંચો :  Covid 19 LIVE : દેશમાં કોરોનાનાં કેસ 96,169 , 36,823 સાજા થયા અને 3,029 દર્દીઓનાં મોત

  કોરોના વાયરસના નવા દર્દીઓ હવે દરરોજ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજારથી વધુ નવા કેસો બહાર આવ્યા છે. આ સમયગાળા દરમિયાન 157 લોકોનાં મોત થયાં. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ અગાઉ શનિવારે 4987 નવા કેસો સામે આવ્યા હતા. જો કે રાહતની વાત એ છે કે કોરોનાથી પુન:પ્રાપ્તિની ટકાવારી પણ ઝડપથી વધી રહી છે. એવું કહેવામાં આવે છે કે છેલ્લા 24 કલાકમાં, 2715 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે.

   
  Published by:News18 Gujarati
  First published:May 18, 2020, 13:14 pm