સારા સમાચારઃ 1 જૂનથી દેશમાં દોડશે નોન એસી ટ્રેનો, કાલથી બૂક કરી શકાશે ટિકિટ

News18 Gujarati
Updated: May 20, 2020, 11:30 PM IST
સારા સમાચારઃ 1 જૂનથી દેશમાં દોડશે નોન એસી ટ્રેનો, કાલથી બૂક કરી શકાશે ટિકિટ
ફાઈલ તસવીર

ભારતીય રેલવે એક જૂનથી થનારી 100 નોન એસી ટ્રેન દોડાવશે. રેલવેએ આ ટ્રેનોની યાદી જાહેર કરી છે.

  • Share this:
નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railways) એક જૂનથી થનારી 100 નોન એસી ટ્રેન દોડાવશે. રેલવેએ આ ટ્રેનોની યાદી જાહેર કરી છે. રેલવે દ્વારા જણાવવામાં આવેલી 100 ટ્રેનો પોતાના ટાઈમ ટેબલ (Train Timetable) પ્રમાણે ચાલશે. આ ટ્રેનોમાં પહેલાથી ચાલતી શ્રમિક સ્પેશિય ટ્રેન અને 15 જોડી રાજધાની ટ્રેનો ઉપરાંત દોડાવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે કાલથી ટ્રેનો માટે બૂકિંગ શરૂ થશે. આ ટ્રેનોનું એડવાન્સ રિઝર્વેશન પીરિયડ 30 દિવસનો રહેશે. એટલે કે 1 મહિના પહેલા ટ્રેનની ટિકિટ બૂક કરાવી શકાશે. ટ્રેનમાં હર ક્લાસનું ભાડું સામાન્ય ભાડું હશે. જે એસી મેઈલ, એક્સપ્રેસ, જનશતાબ્દી ટાઈપ ટ્રેનોમાં હોય છે. આ ટ્રેનોમાં એસી અને નોન એસી બંને પ્રકારના કોચ રહેશે. એટલે કે કમ્પોઝીશન રેગ્યુલર ટ્રેનની જેમ રહેશે.

આ 100 ટ્રેનોમાં પ્રમુખ ટ્રેનો ગોરખપુરથી મુંબઈ જનારી કુશીનગર એક્સપ્રેસ, લખનૌ મેલ, પ્રયાગરાજ એક્સપ્રેસ, કોણાર્ક એક્સપ્રેસ, શિવગંગા એક્સપ્રેસ, પુષ્પક એક્સપ્રેસ, શ્રમ શક્તિ એક્સપ્રેસ, તેલંગાણા એક્સપ્રેસ, હાવડા-મુંબઈ મેઈલ, ચંપારણ સત્યાગ્રહ એક્સપ્રેસ, ગોરખધામ એક્સપ્રેસ વગેરે છે.

આ ટ્રેનોમાં મોટાભાગની ટ્રેનો રોજ દોડશે. જ્યારે કેટલીક ટ્રેનો સપ્તાહમાં કેટલાક દિવસ ચાલશે. જ્યારે બે ટ્રેનો અમૃતસરથી ન્યૂ જલપાઈગુડી જનારી કરમભૂમિ એક્સપ્રેસ અને આનંદ વિહારથી બાપૂધામ મોતિહારી જનારી ચંપારણ સત્યાગ્રહ એક્સપ્રેસ સપ્તાહમાં એક દિવસ ચાલશે. આ પહેલા ભારતીય રેલવેએ 30 જૂન સુધી બધી નિયમિત યાત્રી રેલવે ટ્રેનો રદ કરી દીધી હતી.

રેલવેએ કહ્યું હતું કે, 200 ટ્રેનો ચલાવવાથી એ પ્રવાસીઓને મદદ મળશે જે કોઈ કારણ શ્રમિક વિશેષ ટ્રેનોની સુવિધા નહીં લઈ શક્યા. રેલવેએ કહ્યું કે એ વાતની કોશિશ કરવામાં આવી છે કે જ્યાં છે ત્યાંથી નજીકના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી શકશે.
First published: May 20, 2020, 11:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading