AIIMSમાં અનોખો કેસ! કોરોના પોઝિટિવ ડૉક્ટર માતા બની, પણ બાળકને સંક્રમણ નહીં

News18 Gujarati
Updated: April 14, 2020, 11:34 AM IST
AIIMSમાં અનોખો કેસ! કોરોના પોઝિટિવ ડૉક્ટર માતા બની, પણ બાળકને સંક્રમણ નહીં
કોરોના સંક્રમિત મહિલા ડૉક્ટરને નવજાતને સ્તનપાન કરાવવાની છૂટ, રાખવામાં આવી રહી છે આ તકેદારીઓ

કોરોના સંક્રમિત મહિલા ડૉક્ટરને નવજાતને સ્તનપાન કરાવવાની છૂટ, રાખવામાં આવી રહી છે આ તકેદારીઓ

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) જ્યારે દુનિયાભરમાં કહેર વરસાવી રહ્યો છે તયારે તેનાથી જોડાયેલા કેટલાક સમાચાર પણ આવી રહ્યા છે જે આશા ઊભી કરે છે. આવા જ એક સમાચાર દિલ્હીની એઇમ્સ (AIIMS) થી આવ્યા છે. થોડાક દિવસ પહેલા ડૉક્ટર દંપતી કોરોના પોઝિટિવ (COVID-19) હોવાનું સામે આવ્યું હતું. બંનેને આઇસોલેટ (Isolate) કરી દેવામાં આવ્યા હતા. એક દિવસ બાદ જ મહિલા ડૉક્ટરે બાળકને જન્મ આપ્યો. માનવામાં આવી રહ્યું હતું કે બાળક પણ કોરોના પોઝિટિવ હોઈ શકે છે પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ પ્રકારનો દેશનો આ પહેલો મામલો છે, જ્યાં કોવિડ-19 (Covid-19)  માતાએ બાળને જન્મ આપ્યો છે. ડૉક્ટર તેને ભવિષ્ય માટે સકારાત્મક સંકેત માની રહ્યા છે કે બાળકોને સંક્રમણ નથી. ડૉક્ટર નીરજા ભાટલાએ જણાવ્યું કે, બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, માતામાં પણ હજુ આ વાયરસના લક્ષણ નથી દેખાયા પરંતુ તેમનો રિપોર્ટ પોઝિટિવ છે. અમે તમામ તકેદારી રાખી રહ્યા છીએ કે બાળકને આ સંક્રમણ ન થાય.

ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ, ડૉક્ટર નીરજાએ કહ્યું કે, આ પોતાની રીતનો ભારતમાં પહેલો મામલો છે. અમે બધા તેનાથી ઘણું શીખી અને સમજી રહ્યા છીએ. અમે દરેક એવી તકેદારીનો રેકોર્ડ રાખી રહ્યા છીએ જે આ બાળકના જન્મથી લઈને અત્યાર સુધી અપનાવવામાં આવી છે. તે ભવિષ્ય માટે ઉપયોગી થઈ શકે છે.

WHO મુજબ, કોવિડ-19 પોઝિટિવ માતા બાળકને દૂધ પીવડાવી શકે છે, પરંતુ તેને તમામ તકેદારી રાખવી પડશે. માતા જ્યારે બાળકને દૂધ પીવડાવે છે તો તેને સફાઈનું પૂરૂં ધ્યાન આપવું પડશે અને માસ્ક પહેરવો પડશે. તેમણે બાળકને સ્પર્શ કરતાં પહેલા અને બાદમાં સારી રીતે હાથ ધોવા પડશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તકેદારી રાખતાં બાળકને સ્પર્શી શકાય છે.

આ પણ વાંચો, લૉકડાઉન 3 મે સુધી ચાલુ રહેશે, જાણો PM મોદીના સંબોધનની ખાસ વાતો

ડૉક્ટર નીરજા કહે છે કે, હજુ સુધી એવા કોઈ રિપોર્ટ નથી આવ્યા વે એ જણાવતા હોય કે ફીડિંગમાં બાળકને સંક્રમણ થઈ શકે છે. આ કેસમાં માતા બાળકને દૂધ પીવડાવી રહી છે પરંતુ તેને તકેદારી રાખવી પડી રહી છે. અમે બાકી સમયમાં માતા અને બાળકની વચ્ચે નિયત અંતર રાખી રહ્યા છીએ જેથી સંક્રમણના ખતરાથી બચી શકાય.મહિલા ડૉક્ટરે 3 એપ્રિલે આ બાળકને જન્મ આપ્યો હતો. તેના એક દિવસ પહેલા જ એટલે કે 2 એપ્રિલે એ જણવા મળ્યું હતું કે મહિલા ડૉક્ટર અને તેના પતિ કોરોના પોઝિટિવ છે. આ બંનેને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા. 3 એપ્રિલે બાળકના જન્મ માટે આઇસોલેશન વોર્ડને જ ઓપરેશન થિયેટરમાં ફેરવવામાં આવ્યો હતો. કેસ મુશ્કેલ હતો તેથી ડિલીવરીના સમયે 10 ડૉક્ટરોની ટીમ તૈનાત હતી.

આ પણ વાંચો, Corona: લૉકડાઉનના નિયમો વધુ કડક થશે, 20 એપ્રિલથી મળશે શરતી છૂટ

 
First published: April 14, 2020, 11:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading