Home /News /national-international /આર્મીના ટૉપ કમાન્ડરે કહ્યુ- કાશ્મીર ઘાટીમાં આતંકીઓની તાકાત દશકમાં સૌથી ઓછી

આર્મીના ટૉપ કમાન્ડરે કહ્યુ- કાશ્મીર ઘાટીમાં આતંકીઓની તાકાત દશકમાં સૌથી ઓછી

લેફ્ટેનન્ટ જનરલ બી.એસ. રાજૂ (ફાઇલ તસવીર)

ગત વર્ષની તુલનામાં ભારતે પાકિસ્તાન તરફથી થતી ઘૂસણખોરીને 70 ટકા સુધી ઓછી કરી દીધી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં ભારત આતંકવાદની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન કાશ્મીરમાં ચિનાર કોર્પ્સ (Chinar Corps)માં જનરલ ઓફિસર ઇન કમાન્ડ લેફ્ટેનન્ટ જનરલ બી.એસ. રાજૂ (Lieutenant General BS Raju)એ રાહત આપનારા સમાચાર આપ્યા છે. તેઓએ કહ્યું છે કે ગત દશક દરમિયાન કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓની સંખ્યા હાલમાં સૌથી ઓછી છે. આ દરમિયાન તેઓએ પાકિસ્તાન પર કાશ્મીર ઘાટી (Kashmir Valley)માં અલગ-અલગ પ્રકારથી આતંક ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં લેફ્ટેનન્ટ જનરલ બી.એસ. રાજૂએ કહ્યું કે, 2020માં આતંકવાદીઓની નિયુક્તિ પૂરી રીતે નિયંત્રિત છે. ખાસ કરીને 2018ની તુલનામાં. તેઓએ જાણકારી આપી કે ઘાટીમાં આતંકવાદીનો હાલની સંખ્યા 217 વે, જે ગત દશકમાં સૌથી ઓછી છે. ખાસ વાત એ છે કે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ પણ પોતાના એસઓપીમાં ફેરફાર કર્યા છે. થોડા દિવસો પહેલા આવેલા અહેવાલો અનુસાર, આતંકવાદીઓને મારવાને બદલે તેમને સરેન્ડર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો, લોકોની નારાજગીથી ડરી ગયું WhatsApp! પહેલીવાર જાતે Status મૂકીને કરી સ્પષ્ટતા

પાકિસ્તાન પર આરોપ

લેફ્ટેનન્ટ જનરલ બી.એસ. રાજૂએ પાકિસ્તાન પર ભારતમાં ઘૂસણખોરી અને યુવાઓને આતંકવાદ તરફ ધકેલવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે, પાકિસ્તાન અલગ-અલગ રીતે યુવાઓને આતંકવાદ તરફ લઈ જઈ રહ્યું છે. પાકિસ્તાને અભ્યાસ માટે અનેક યુવાઓને આકર્ષિત કર્યા, પરંતુ રસ્તાથી અલગ હટીને તેમને પોતાની વાતો સમજાવી. તેઓએ કહ્યું કે, તે પૈકી કેટલાક યુવાઓને ટ્રેઇન કરવામાં આવ્યા અને લાઇન ઓફ કન્ટ્રોલની સાથોસાથ આંતરરાષ્ટ્રીય સરહદથી ઘૂસણખોરી કરાવવામાં આવી.

આ પણ વાંચો, ચીનઃ આઇસ્ક્રીમમાં કોરોના વાયરસ મળતા ચિંતામાં વધારો, 3 સેમ્પલ પોઝિટિવ

ખાસ વાત એ છે કે, ગત થોડા સમયમાં ભારતીય સેના પર આતંકવાદીઓના હુમલા વધ્યા છે. બીજી તરફ, થોડા દિવસો પહેલા સેનાએ જમ્મુ-કાશ્મીરમાં એક સુરંગ શોધી કાઢી હતી. દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાન આ સુરંગનો ઉપયોગ ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે કરી રહ્યું છે. સૈન્ય અધિકારીએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાનના આતંકવાદી આપણા સુરક્ષ દળો અને સામાન્ય નાગરિકોને ઘાટીમાં નિશાન બનાવે છે.
" isDesktop="true" id="1064550" >

ભારતે ઘૂસણખોરી પર લગામ લગાવી

આ દરમિયાન લેફ્ટેનન્ટ જનરલ બી.એસ. રાજૂએ એક સારા સમાચાર આપ્યા. તેઓએ કહ્યું કે ગત વર્ષની તુલનામાં ભારતે ઘૂસણખોરીને 70 ટકા સુધી ઓછી કરી દીધી છે. જોકે આ દરમિયાન તેઓએ ડ્રોનના કારણે મળેલા સુરક્ષા પડકારો પર ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, ડ્રોન અને સુરંગો દ્વારા હથિયાર અને ડ્રગ્સ મોકલવાનું પાકિસ્તાનનું કાવતરું પડકાર છે.
First published:

Tags: Jammu Kashmir, આતંકવાદ, આતંકી, પાકિસ્તાન, ભારત, ભારતીય સેના