Home /News /national-international /

રેલવેની મોટી સફળતા, માનવરહિત રેલ્વે ક્રોસિંગની મુક્ત થયું ભારત

રેલવેની મોટી સફળતા, માનવરહિત રેલ્વે ક્રોસિંગની મુક્ત થયું ભારત

કેન્સરમાં દર્દીને બિમારીના ચેકઅપ માટે બીજા શહેર જવાનું હોય તો તેને રેલ ભાડા પર 50 થી લઇને 100 ટકાની છૂટ મળે છે. આ દર્દીને ટ્રેનના સેકન્ડ, ફસ્ટ ક્લાસ અને એસી ચેર કારમાં યાત્રા કરવા માટે 75 ટકા, સ્લીપર અને 3 એસીમાં યાત્રા કરવા માટે 100 ટકા છૂટ અને 1 એસી અને 2 એસીમાં પ્રવાસ કરવા માટે 50 ટકા છૂટ મળે છે. સાથે જ તેની સાથી હેલ્પર કે કોઇ સહાયક હોય તો તેને પણ રેલ ભાડામાં છૂટ મળે છે. સ્લીપર અને 3 એસીમાં સહાયકને 75 ટકાની છૂટ મળે છે. અને બાકીના ક્લાસમાં સહાયકને દર્દી જેટલી જ છૂટ મળે છે.

2014માં રેલવેના બ્રોડ ગેજ પર લગભગ 5500 માનવ રહિત ક્રોસિંગ હતા. વર્ષ 2013-14માં માનવ રહિત રેલવે ક્રોસિંગ પર 118 દુર્ઘટના સર્જાઈ.

    ભારતીય રેલવેએ એક નવી સફળતા પુરી કરી બતાવી છે. વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંથી એક ભારતીય રેલવે હવે અનમેલ્ડ લેવલ ક્રોસિંગ મુક્ત બની ગયું છે. સરળ શબ્દોમાં કહીએ તો, રેલવેની મુખ્ય લાઈનો એટલે કે ગેજ પર હવે એક પણ રેલવે ફાટક એવો નથી જે માનવરહિત હોય. વિતેલા એક વર્ષમાં રેલવેએ દેશભરમાં 3500 માનવરહિત રેલવે ક્રોસિંગ ખતમ કરી દીધા છે.

    કેવી રીતે કર્યું
    રેલવે અનુસાર, અનમેલ્ડ લેવલ ક્રોસિંગને હટાવવા માટે મુખ્ય રૂપથી ચાર રીત અપનવવામાં આવી. સૌથી પહેલા એવા ફાટક બંધ કરી દેવામાં આવ્યા જ્યાંથી વધારે ગાડીઓ પસાર થતી હતી. આ સિવાય કેટલીક જગ્યાઓ પર એક લેવલ ક્રોસિંગ બંધ કરીને રસ્તો બનાવી બીજા સાથે જોડી દીધો. કેટલીક જગ્યા પર સબવે, રોડ અથવા અંડર બ્રિજ બનાવવામાં આવ્યા અને માનવ રહિત ફાટક પર ગાર્ડ મુકવામાં આવ્યા.

    માત્ર એક જગ્યા બચી છે
    રેલવે અનુસાર, મુખ્ય લાઈન અથવા ગેજ પર હવે માત્ર એક માનવરહિત ક્રોસિંગ ઉત્તર પ્રદેશના ઈલાહાબાદ ડિવિઝનમાં છે, જ્યાં સ્થાનિક તંત્ર સાથે આ ફાટક હટાવવા માટે સહમતિ નથી બની શકી, પરંતુ આશા છે કે, આ નાણાકીય વર્ષમાં આ કામ પુરૂ થઈ જવાની આશા છે.

    રેલવે મંત્રી પિયૂષ ગોયલે વર્ષ 2018-19ના ડિસેમ્બર સુધીમાં રેલવેના તમામ માનવરહિત ફાટકને ખતમ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું જેથી એવા ક્રોસિંગ પર દુર્ઘટનાને રોકી શકાય. 2014માં રેલવેના બ્રોડ ગેજ પર લગભગ 5500 માનવ રહિત ક્રોસિંગ હતા. વર્ષ 2013-14માં માનવ રહિત રેલવે ક્રોસિંગ પર 118 દુર્ઘટના સર્જાઈ. જ્યારે વર્ષ 2017-18માં આ ઘટીને 20 થઈ. આ વર્ષે માત્ર 3 દુર્ઘટના રેલવે ક્રોસિંગ પર થઈ. આ આંકડા સ્પષ્ટ કરે છે કે, રેલવેએ માનવરહિત ક્રોસિંગ પર થતી દુર્ઘટના રોકવા માટે સપળતા મેળવી લીધી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: From, Indian railways, Left, Unmanned railway crossing, અધિક, ગૂડ ન્યૂઝ, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन