હાહાકાર મચાવનારા વર્ષ 2020માં આવ્યા છે આ 9 ગુડ ન્યુઝ

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર દુનિયામાંથી કેટલાંક ગુડ ન્યુઝ પણ સામે આવ્યા છે. જેણે માનવજાત માટે સારા ભવિષ્યની આશા જગાવી છે.

 • Share this:
  કોરોના વાયરસે 2020માં જે રીતે હાહાકાર મચાયો છે તે રીતે સમગ્ર દુનિયા માટે આ વર્ષ સંઘર્ષપૂર્ણ રહ્યું છે. આર્થિક, સામાજિક, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓએ લોકોની કમર તોડી નાખી. પણ આ બધાની વચ્ચે સમગ્ર દુનિયામાંથી કેટલાંક ગુડ ન્યુઝ પણ સામે આવ્યા છે. જેણે માનવજાત માટે સારા ભવિષ્યની આશા જગાવી છે. તો શું છે 2020ના સારા સમાચારો તે જોઈએ..

  1 – કેન્સરને હરાવવા માટે થયેલા રિસર્ચમાં સફળતા

  જુલાઈ મહિનામાં ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ કેન્સરની રસી પર કરેલા પ્રિક્લિનિકલ અભ્યાસમાં સફળતાના સંકેતો આપ્યા. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે અમને આશા છે કે આ રસી લોહીના કેન્સરની સારવારમાં મદદરૂપ નિવડશે સાથે જ સ્તન, ફેફસા, ઓવરીઝ, કીડની, સ્વાદુપિંડ અને બ્રેઈનટ્યુમરની સારવારમાં પણ મદદરૂપ થઈ શકશે. આ રિસર્ચ ઓસ્ટ્રેલિયામાં થયું જેના માટે યુનાઈટેડ કિંગડમ કેન્સર રિસર્ચ ચેરિટીએ ભંડોળ પુરૂ પાડ્યું હતું. આ રિસર્ચ અલગ અલગ કેન્સરના દર્દીઓ પર કરવામાં આવ્યું હતું.

  2 – નેટ ઝીરો અભિયાનમાં સફળતા

  સપ્ટેમ્બર મહિનામાં યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) એ જાહેરાત કરી કે, એક વર્ષથી પણ ઓછા સમયમાં નેટ ઝીરો કમિટમેન્ટ્સ બેગણાં થઈ ગયા છે. અમેરિકાના જે શહેરો અને વિસ્તારોમાં ધુમાડો અને પ્રદુષણનું પ્રમાણ વધારે હતું અને જે કંપનીઓની રેવન્યુ 11.4 ટ્રિલિયન ડોલર એટલે કે યુએસની જીડીપીની લગભગ અડધા ભાગ જેટલી થાય છે તેઓ પણ સદીના અંત સુધીમાં ઝીરો નેટ ઉત્સર્જનને અનુસરી રહી છે.

  Video : ફ્લાઇટ ઉડવાની હતી અને ત્યારે જ એક વ્યક્તિ પ્લેનની પાંખ પર બેસેલો જોવા મળ્યો!

  3 – પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં હીપેટાઇટીસ બીનું પ્રમાણ સાવ નહિવત થઈ ગયુ

  જુલાઈ મહિનામાં વર્લ્ડ હીપેટાઈટીસ ડેના દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને કહ્યું કે પાંચ વર્ષથી નાના બાળકોમાં હીપેટાઈટીઝ બીનું પ્રમાણ 2019માં એક ટકાથી પણ ઓછુ રહ્યું છે. લિવરનું વાયરલ ઈન્ફેક્શન જેના કારણે લિવરનું કેન્સર પણ થઈ શકે છે તેનાથી વર્ષે 90,0000 લોકોના મૃત્યુ થાય છે. 250 મિલિયનથી પણ વધારે લોકો ક્રોનિક હિપેટાઈટીસ બી ઈન્ફેક્શન સાથે જીવે છે. WHO ના ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું કે, કોઈપણ બાળકનું મોત તેણે હીપેટાઈટીસ બીની રસી નથી લીધી તે માટે થઈને થવું જોઇઅ નહીં. લિવર ડેમેજના કેસમાં ધરખમ ઘટાડો થયો છે.

  4 – વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે 2020નું નોબલ પીસ પ્રાઈઝ જીત્યું 

  લોકો ભૂખથી ન મરે તે માટે ચાલતા હેલ્પિંગ હંગર અભિયાનને સફળતા
  ઓક્ટોબરમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે 2020નું નોબલ પીસ પ્રાઈઝ જીત્યું. 2019માં આ પ્રોગ્રામ હેઠળમાં 88 દેશોમાં ભૂખથી પીડાતા 100 મિલિયન લોકોને મદદ કરવામાં સફળતા મળી. ભૂખ દૂર કરવાના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના પ્રયત્નોને કારણે તેને નોબલ પ્રાઈઝ મળ્યું. પેન્ડેમિકના સમયમાં આ પ્રોગ્રામે પોતાની ક્ષમતામાં અનેકગણો વધારો કરીને જરૂરિયાતમંદોની ભૂખ સંતોષવામાં મદદ કરી.

  ખેડૂતની સિદ્ધિ! બનાસકાંઠાના ભોંયણ ગામના ખેડૂતે કરી જીરેનીયમ ઓઇલની ખેતી, 1 લિટરના 14 હજાર છે કિંમત

  5 – દુનિયાની પહેલી 3ડી આંખ

  જૂનમાં દુનિયાની પહેલી 3ડી રેટિના સાથેની ગોળ કૃત્રિમ આંખ બની. જેનાથી માનવ જેવા રોબોટને દ્રષ્ટિ આપી શકાશે. આ શોધ દ્રષ્ટિદોષ ધરાવતા દર્દીઓ માટે પણ નવી આશા લઈને આવી છે. હોંગકોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં વૈજ્ઞાનિકોની ટીમે આ આંખ બનાવી છે. તેમણે જણાવ્યું કે માનવ આંખ કરતા પણ આ કૃત્રિમ આંખની ક્ષમતાઓ વધારે છે.

  6 – લૈગિંક સમાનતા હાંસલ કરવામાં સફળતા

  કોઈપણ દેશ હજુસુધી લૈગિંક સમાનતા હાંસલ કરી શક્યું નથી પણ આ દિશામાં સારી સફળતા હાંસલ થઈ છે. ઓક્ટોબરમાં પ્રકાશિત થયેલા યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ્સ વિમેન 2020 રિપોર્ટમાં જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં સંસદમાં મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે અને 25 ટકા સીટ્સ મહિલાઓએ મેળવી છે. 20 દેશો એવા છે જ્યાં રાજ્ય અથવા દેશના વડા મહિલા છે. આવા દેશોની સંખ્યા 1995માં 12 હતી. બાળકના જન્મ સમયે માતાઓના મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. એશિયાના દક્ષિણ દેશોમાં 59 ટકા જેટલો ઘટાડો થયો છે તેમ યુએને જણાવ્યું.

  7 – ચંદ્ર પર પાણીની શોધ

  નાસાએ ઓક્ટોબરમાં જાહેર કર્યું કે ચંદ્ર પર પાણી મળી આવતા ભવિષ્યના મિશન્સમાં ઘણી મદદ મળી રહેશે. 2024માં પહેલા મહિલા અને ત્યારબાદ પુરુષને ચંદ્ર પર મોકલવાની જે યોજના છે તેમાં મદદ મળશે જેથી ચંદ્ર પર માનવોની હાજરી વધારી શકાશે અને ત્યાં તેઓ રહી શકશે.

  8 – લુપ્ત પ્રજાતિઓને જાળવવામાં સફળતા

  48 જેટલી પ્રાણીઓ અને પક્ષીઓની લુપ્ત થતી પ્રજાતિઓનું સંવર્ધન કરવામાં સફળતા મળી છે તેવી જાહેરાત સપ્ટેમ્બરમાં કરવામાં આવી છે. એશિયન ક્રેસ્ટેડ આઇબિસ, પીળા કાનવાળો પોપટ, હવાઈયન કાગડો, લાલ વરૂ, સ્પૂન બિલ્ડ સેન્ડપાઈપર આવી પ્રજાતિઓને બચાવવામાં સફળતા મળી છે.

  9 – વિશ્વને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન

  ઘાના, ઇન્ડોનેશિયા અને વિએટનામ જેવા દેશો પ્લાસ્ટિકના કચરાને ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ઇન્ડોનેશિયાએ 2025 સુધીમાં 70 ટકા દરિયાઈ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવાનો સંકલ્પ કર્યો છે. એવી જ રીતે 2030 સુધીમાં ઘાનાએ 100 ટકા અને વિયેટનામે 75 ટકા પરિણામો હાંસલ કરવાનું નક્કી કર્યું છે.
  Published by:Kaushal Pancholi
  First published: