Home /News /national-international /

Good News for Mumbaikars: મુંબઈ એસી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ભાડું 50% ઘટશે

Good News for Mumbaikars: મુંબઈ એસી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ભાડું 50% ઘટશે

Good News ! મુંબઈ એસી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ભાડું 50% ઘટશે

Mumbai AC Local Train Fare: કેન્દ્રીય રેલ્વે રાજ્ય પ્રધાન રાવસાહેબ દાનવેએ ભાડામાં સુધારો ક્યારે લાગુ થશે તે જણાવ્યું ન હતું. મધ્ય અને પશ્ચિમ રેલવે દરરોજ લગભગ 80 AC લોકલ ટ્રેન સેવાઓ ચલાવે છે.

    Mumbai કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ (Union Minister of State for Railways Raosaheb Danve) શુક્રવારે જાહેરાત કરી હતી કે મુંબઈમાં એરકન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનના ભાડામાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવશે (Mumbai AC local train fare will be reduced). દાનવેએ ભાયખલા (Byculla) રેલવે સ્ટેશનના નવીનીકરણ કરાયેલ હેરિટેજ બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્ર (Maharashtra) ના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) પણ હાજર હતા.

    આ પણ વાંચો:  Punjab માં બોર્ડર પર BSF એ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું, થઈ રહી હતી ડ્રગ્સની દાણચોરી




    દાનવેએ કહ્યું કે પાંચ કિલોમીટરના અંતર માટે લઘુત્તમ ભાડું 65 રૂપિયાથી ઘટાડીને 30 રૂપિયા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મુંબઈમાં વાતાનુકૂલિત લોકલ ટ્રેનોના ભાડા ઘટાડવા માટે જનતા લાંબા સમયથી માંગ કરી રહી હતી અને તેમને હાલના ભાડામાં ઓછામાં ઓછા 20-30 ટકાનો ઘટાડો કરવા સૂચનો મળ્યા હતા.


    આ પણ વાંચો:  Afghanistan: ઈદ બાદ શરૂ થશે તાલિબાન સામે યુદ્ધ! અફઘાનિસ્તાનના પૂર્વ આર્મી ચીફે પડકાર ફેંક્યો

    જોકે, દાનવેએ સ્પષ્ટ કર્યું નથી કે ભાડામાં સુધારો ક્યારે અમલમાં આવશે. મધ્ય અને પશ્ચિમ રેલવે દરરોજ લગભગ 80 વાતાનુકૂલિત લોકલ ટ્રેન સેવાઓ ચલાવે છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Maharashtra, Mumbai local train, મુંબઇ

    આગામી સમાચાર