Home /News /national-international /MGNREGA Wage: મનરેગાના મજૂરો માટે સારા સમાચાર, સરકારે વિવિધ રાજ્યોમાં વેતન દરમાં કર્યો વધારો
MGNREGA Wage: મનરેગાના મજૂરો માટે સારા સમાચાર, સરકારે વિવિધ રાજ્યોમાં વેતન દરમાં કર્યો વધારો
કેન્દ્ર સરકારે મનરેગાના કામોમાં વેતન દરમાં વધારો કર્યો (સૂચક તસવીર)
MGNREGA Wage: કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વેતન દરોમાં ફેરફાર અંગે સૂચના બહાર પાડી છે. જે અંતર્ગત મજૂરોનું વેતન રૂ.7 થી વધારીને રૂ.26 કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી : મનરેગાના કામદારો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ મજૂરોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ વેતન દરોમાં ફેરફાર અંગે સૂચના બહાર પાડી છે.
આ સૂચના મનરેગા એક્ટ 2005ની કલમ 6(1) હેઠળ જારી કરવામાં આવી હતી. આ અંતર્ગત મજૂરોનું વેતન 7 રૂપિયાથી વધારીને 26 રૂપિયા કરવામાં આવ્યું છે, જેમાં નવા દર 1 એપ્રિલથી લાગુ થશે. આ વધારા પછી, હરિયાણામાં સૌથી વધુ દૈનિક વેતન 357 રૂપિયા પ્રતિ દિવસ અને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સૌથી ઓછું 221 રૂપિયા પ્રતિ દિવસ હશે.
રાજસ્થાનમાં વેતનમાં સૌથી વધુ વધારો થયો છે
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર તેના લાભાર્થીઓ માટે વેતન દર નોટિફિકેશન દ્વારા નક્કી કરી શકે છે. ગત વર્ષના દરની સરખામણીએ વેતનમાં સૌથી વધુ ટકાવારીનો વધારો રાજસ્થાનમાં થયો છે. રાજસ્થાન માટે સંશોધિત પગાર 255 રૂપિયા પ્રતિ દિવસ નક્કી કરવામાં આવ્યો છે, જે 2022-23માં 231 રૂપિયા હતો.
આ પણ વાંચો :
બિહાર અને ઝારખંડમાં લગભગ 8 ટકાનો વધારો
બિહાર અને ઝારખંડમાં આ યોજના હેઠળ મજૂરોના વેતનમાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ બંને રાજ્યોમાં દૈનિક વેતન રૂ. 210 હતું, જે હવે ઘટાડીને રૂ. 228 કરવામાં આવ્યું છે.
છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સૌથી ઓછું વેતન
છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સૌથી ઓછું દૈનિક વેતન રૂ. 221 છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં 17 ટકાનો વધારો નોંધાયો છે. 2022-23માં બંને રાજ્યોમાં મજૂરોનું દૈનિક વેતન 204 રૂપિયા હતું. કર્ણાટક, ગોવા, મેઘાલય અને મણિપુર એવા રાજ્યો છે, જેણે સૌથી ઓછી ટકાવારી વૃદ્ધિ નોંધાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર