Home /News /national-international /

ગુજરાતીઓ માટે ખુશખબર, અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવું બની શકે છે સરળ

ગુજરાતીઓ માટે ખુશખબર, અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવું બની શકે છે સરળ

    દેશમાંથી અમેરિકા જવા ઇચ્છતા લોકોની સંખ્યા ઘણી વધુ છે, એટલું જ નહીં તેટલા જ પ્રમાણમાં ભારતીયો અમેરિકામાં સ્થાઇ પણ થયા છે. ખાસ કરીને અમેરિકા જનારાઓમાં ગુજરાતીઓની સંખ્યા વધુ છે. તેમાં પણ અમેરિકામાં કાયમી સ્થાઇ થવા ઇચ્છતા લોકોની સંખ્યા પણ ઘણી છે. અમેરિકામાં સ્થાઇ થવું હોય તો ત્યાંના કાયદા પ્રમાણે ગ્રીન કાર્ડ મેળવવું પડે છે. આ માટે લોઢાના ચણા ચાવવા સમાન નિયમો છે, જેમાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ પાલન કરી શકે છે. જો કે હવે અમેરિકા ગ્રીનકાર્ડ મામલે કેટલાક કાયદા સરળ બનાવવાનું વીચારી રહ્યું છે.

    સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાના હાઉસ ઓફ રેપ્રિઝન્ટેટિવ અને સેનેટ સભ્યોએ નવા કાયદાની જાહેરાત કરી છે. આ નવા કાયદા હેઠળ પ્રતિ-દેશ ગ્રીન કાર્ડ લિમિટને દૂર કરવાના નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ બિલ પસાર થયું તો અમેરિકામાં કાયમી વસવાટની રાહ જોતાં હજારો ભારતીયોને ફાયદો થશે. અમેરિકાની સિલિકોન વેલીની ટોચની કંપનીઓ જેમ કે, ગૂગલ અને કોર્પોરેટ બોડી - યુએસ ચેમ્બર ઓફ કોમર્સ પણ આ કાયદાના પક્ષમાં છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ હવે ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું તો સીધી અસર તમારા ઇન્સ્યોરન્સ પર પડશે, જાણો શું છે નવો નિયમ

    અમેરિકામાં વસતા ભારતીયો પ્રોફેશનલ મોટાંભાગે H1-B વિઝા પર જ જતા હોય છે. એચ1-બી વિઝા હેઠળ તેઓ અમેરિકાની ટોચ કંપનીઓમાં કામ કરી શકે છે. હાલમાં થયેલાં કેટલાંક સર્વેક્ષણ અનુસાર, અમુક કેટેગરીમાં ભારતીય પ્રોફેશનલ્સ ગ્રીન કાર્ડ માટે 151 વર્ષ સુધી રાહ જોવી પડે છે.

    યુનાઇટેડ સ્ટેટ રોજગાર-આધારિત ઇમિગ્રન્ટ્સ અને જેઓ અહીં શરૂઆતમાં H1-B અથવા L વિઝા પર આવ્યા હોય તેવા વિદેશીઓને દર વર્ષે 140,000 ગ્રીન કાર્ડ્સ મંજૂર કરે છે. હાલના કાયદા પ્રમાણે ગ્રીન કાર્ડના સાત ટકા સૌથી પોપ્યુલર દેશોને આપવામાં આવે છે.

    આ સાત ટકાની લિમિટના કારણે ચીન અથવા ભારતના પોસ્ટ-ગ્રેજ્યુએટ્સને અડધા દાયકા સુધી અથવા તેનાથી વધુ વર્ષો સુધી રાહ જોવી પડે છે. સેનેટમાં રિપબ્લિકન માઇક લી અને ડેમોક્રેટિક કમલા હેરિસે ફેરનેસ ફોર હાઇ સ્કિલ્ડ ઇમિગ્રેશન કાયદાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ એવું બિલ છે જે ગ્રીન માટે પ્રતિ-દેશ કૅપને હટાવવામાં મદદરૂપ સાબિત થશે.

    અન્ય 13 સાંસદોએ પણ ફેરનેસ ફોર હાઇ-સ્કિલ્ડ ઇમિગ્રન્ટ્સ એક્ટ હેઠલ પ્રતિ દેશ કૅપ અને ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડને 7 ટકાથી વધારીને 15 ટકા કરવાના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવે છે.

    અસ્થાયી વિઝા પર કામ કરવા અમેરિકા આવેલા અંદાજિત 4 લાખ 20 હજાર વિદેશી વર્કર્સ H1-B વિઝાને લઇને કડક નિયમોના શિકાર થઇ રહ્યા છે. તેમાંથી 3 લાખ ભારતીય છે. અમેરિકામાં તેઓના સ્થાયી રોકાણ અને નાગરિકતાના આધાર તેમના મૂળ દેશ આધારિત ક્વોટા પર નિર્ભર થઇ ગયું છે. સાથે જ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મુદ્દે વધુ ભાર આપવાની કિંમત કાયદેસર ઇમિગ્રન્ટ્સને ચૂકવવી પડે છે.

    હાલની સિસ્ટમ હેઠળ 9,800 ભારતીયોને દર વર્ષે અમેરિકન ગ્રીન કાર્ડ મળે છે. અમેરિકામાં મોટાંભાગના ભારતીયો ટ્રમ્પનું સમર્થન કરે છે. તેનું કારણ એ છે કે, તેઓએ ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારાનો ભરોસો આપે છે. કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે, હાલની ઇમિગ્રેશન સિસ્ટમ કાયદેસર રીતે અમેરિકા આવનારા લોકો માટે જોખમ ઉભું કરે છે, જ્યારે કાયદેસર પ્રવાસીઓની સહાયતા કરે છે જેને અનેક એમ્નેસ્ટી અને રેગ્યુલરાઇઝેશન પ્રોગ્રામ્સનો ફાયદો મળે છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Donald trump

    આગામી સમાચાર