ટ્રમ્પે ભારત સાથે નિભાવી દોસ્તી! USમાં રહેતા ભારતીયોને બે મહિના વધારે રહેવાની આપી મંજૂરી

ટ્રમ્પે ભારત સાથે નિભાવી દોસ્તી! USમાં રહેતા ભારતીયોને બે મહિના વધારે રહેવાની આપી મંજૂરી

  • Share this:
    નવી દિલ્હી: કોરના વાયરસને કારણે અમેરિકી સરકારે ભારતનાં એચ-1બી વીઝા હોલ્ડર્સ અને ગ્રીન કાર્ડ આવેદકોને 60 દિવસ યુએસમાં વધારે રોકાવવાની મંજૂરી આપી છે. આ છૂટ એ લોકોને આપવામાં આવી છે, જેમને ડૉક્યુમેન્ટ સબમિટ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. યુએસ સિટિઝનશીપ અને ઇમિગ્રેશન સર્વિસે શુક્રવારે જાહેરાત કરી કે, 60 દિવસનો ગ્રેસ પિરીયડ આપવામાં આવ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, યૂએસસીઆઈએસનું કહેવું છે કે, આ છૂટ કોરોના વાયરસને કારણે આપવામાં આવી છે. આ દરમિયાન તેઓ નોટિસમાં આપેલી રિક્વેસ્ટનો જવાબ આપી શકે અને ફોર્મ I-290B ભરી શકે. એચ 1 બી વિઝા હોલ્ડર્સ અને ગ્રીન કાર્ડ આવેદકો પર કોઇપણ એક્શન લેતા પહેલા યૂએસસીઆઈએસ 60 દિવસોની અંદર પ્રાપ્ત ફોર્મ I-290B પર વિચાર કરે.



    આ પણ વાંચો- મુંબઇથી સુરત ફરવા આવેલી યુવતીને ધાબા પર ફોન પર વાત કરવી પડી ભારે, નીચે પટકાતા મોત

    મહામારી દરમિયાન આવેલા સંકટના સમયમાં ઇમિગ્રેશનનો લાભ લેનારા વ્યક્તિઓ માટે  યૂએસસીઆઈએસ ઇમિગ્રેશન દરમિયાન આવનારી સમસ્યાઓને ઓછી કરી રહ્યું છે. અમેરિકામાં આશરે બે લાખ લોકો એચ-1બી વિઝા પર છે અને ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

    લાખો અમેરિકનોએ નોકરી ગુમાવી

    છેલ્લા બે મહિનામાં લાખો અમેરિકનો પોતાની નોકરી ગુમાવી ચુક્યા છે. જોકે, વિઝા પર કામ કરનારા લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આની પાછળનું કારણ H1-B વિઝા લોકેશન અને કર્મચારી સાથે જોડાયેલા છે. જેમા તે પ્રાપ્તકર્તાને બેઝિક વેતન આપવા માટે સહમત થાય છે. પગાર કાપવો અને ઘરેથી કામ કરવું પણ વિઝા નિયમોની વિરુદ્ધમાં છે. હવે H1-B વર્ક્સને, જેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે તેમની પાસે નવી નોકરી શોધવા માટે 60 દિવસનો સમય છે. જો આ સમયમાં તેઓ નવી નોકરી શોધી નથી શકતા કે અલગ વિઝા ટાઇપમાં શિફ્ટ નથી થતા તો તેમને ઘરે જવું પડશે.

    આ પણ જુઓ - 
    Published by:News18 Gujarati
    First published:May 02, 2020, 12:31 pm

    ટૉપ ન્યૂઝ