Good News: કેન્દ્ર સરકારે કર્મચારીઓનું DA વધારીને 31 થી 34 ટકા કર્યું, જાણો સંપૂર્ણ વિગતો
Good News: કેન્દ્ર સરકારે કર્મચારીઓનું DA વધારીને 31 થી 34 ટકા કર્યું, જાણો સંપૂર્ણ વિગતો
Central government raises DA of employees from 31 to 34 per cent
The central government hiked the DA by 3 per cent: કેન્દ્ર સરકારે આજે બુધવારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અથવા DA માં 3 ટકાનો વધારો કર્યો છે. આ કારણે મોંઘવારી ભથ્થું મૂળ પગારના 34 ટકા થઈ ગયું છે.
કેન્દ્ર સરકારે (Central Government) આજે બુધવારે કેન્દ્રીય કર્મચારી (Central Government Emplyoee) ઓ માટે મોંઘવારી ભથ્થા (Dearness Allowance) અથવા DA માં 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. હવે આ ભથ્થું 31 ટકાથી વધીને 34 ટકા થઈ ગયું છે. આ નિર્ણયથી 50 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. મોંઘવારી ભથ્થામાં આ વધારો 1 જાન્યુઆરીથી લાગુ થશે.
તમને જણાવી દઈએ કે આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલા અનુસાર છે, જે 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે. મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના કારણે તિજોરી પર સંયુક્ત અસર વાર્ષિક આશરે રૂપિયા 9,544 કરોડ થશે, એમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. તેનાથી લગભગ 47.68 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.
#Cabinet approves release of an additional instalment of Dearness Allowance to Central Government employees and Dearness Relief to Pensioners, due from 01.01.2022