છતરપુર : જો બધુ અંદાજ પ્રમાણે થશે તો મધ્ય પ્રદેશની સાથે દેશ માટે આ સારા સમાચાર બની રહેશે. અંદાજ છે કે મધ્ય પ્રદેશના છતરપુરમાં જમીનની અંદર 3.42 કરોડ કેરેટ હીરા દબાયેલા છે. જોકે પર્યાવરણની દ્રષ્ટિથી આ ખબર થોડી નિરાશાજનક છે. કારણ કે આ હીરાને બહાર કાઢવા માટે 382.131 હેક્ટરમાં ફેલાયેલા જંગલના 2 લાખ 15 હજાર વૃક્ષો કાપવા પડશે.
જિલ્લાના બકસ્વાહા જંગલના જે જમીનમાં 3.42 કરોડ કેરેટના હીરા દબાયેલા હોવાનો અંદાજ છે ત્યાં સાગૌનના 40 હજાર વૃક્ષો સિવાય બહેડા, અર્જુન, પીપલ, તેંદુ અને કેમ જેવી ઔષધીય પેડ પણ છે. ઉલ્લેખનીય છે કે પ્રશાસનનો દાવો છે કે પન્ના જિલ્લામાં દેશનો સૌથી મોટો હીરાનો ભંડાર છે. અહીં જમીનમાં 22 લાખ કેરેટના હીરા છે. જેમાંથી લગભગ 13 લાખ કેરેટના હીરા કાઢી લેવામાં આવ્યા છે. 9 લાખ કેરેટ હીરા હજુ બાકી છે. બકસ્વાહામાં પન્ના જિલ્લાથી 15 ગણા વધારે હીરા નીકળવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
જાણકારી પ્રમાણે આ જગ્યાનો સર્વે 20 વર્ષ પહેલા શરૂ થયો હતો. બંદર ડાયમંડ પ્રોજેક્ટ અંતર્ગત સર્વે કરવામાં આવ્યો હતો. સરકારે 2 વર્ષ પહેલા જ તેની હરાજી કરી હતી. હરાજીમાં સૌથી વધારે બોલી બિરલા સમૂહની એસ્સેલ માઇનિંગે લગાવી હતી. સરકારે કંપનીની તેની લીઝ 50 વર્ષ માટે આપી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ જંગલનું 62.64 હેક્ટર ક્ષેત્ર હીરા કાઢવા માટે પસંદ કરવામાં આવ્યું છે. અહીં ખાણ બનાવવામાં આવશે. જોકે કંપનીએ 382.131 હેક્ટર જંગલની માંગણી કરી છે. જેથી 205 હેક્ટર જમીન પર કચરો ડંપ કરવામાં આવી શકે. આ કામથી કંપની પર 2500 કરોડનો બોઝ આવશે.
હીરા કાઢવા માટે વૃક્ષો કાપવાથી પર્યાવરણને ઘણું નુકસાન થશે તે નક્કી છે. 2017માં રજુ થયેલા રિપોર્ટમાં જિયોલોજી એન્ડ માઇનિંગ મપ્ર અને રિયોટિંડો કંપનીના રિપોર્ટમાં દીપડા, બાજ, ભાલુ, બારહસિંગા, હરણ, મોર આ જંગલમાં મળ્યા હતા. જોકે નવા રિપોર્ટમાં આ વન્યજીવોનો અહીં વસવાટ નથી તેમ કહેવામાં આવી રહ્યું છે. ડિસેમ્બરમાં ડીએફઓ અને સીએફ છતરપુરના રિપોર્ટમાં વિસ્તારમાં સંરક્ષિત વન્યપ્રાણીના આવાસ નહીં હોવાનો દાવો કર્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર