Home /News /national-international /રેપ પીડિતાએ 22 વર્ષ બાદ સંભળાવી આપવીતી, લાઇવ ટીવી પર રડી પડી હોસ્ટ

રેપ પીડિતાએ 22 વર્ષ બાદ સંભળાવી આપવીતી, લાઇવ ટીવી પર રડી પડી હોસ્ટ

'ગુડ મોર્નિંગ બ્રિટન' (Good Morning Britain) ટોક શો (Talk Show) બ્રિટનમાં ખૂબ જ પ્રખ્યાત છે

Sexual Assault - આ શો પર પીડિતાની કહાની સાંભળીને સૌ કોઇ ઘેરા શોકમાં ડૂબી ગયા, ભાવુક થઇ ગઈ દુનિયા

'ગુડ મોર્નિંગ બ્રિટન' (Good Morning Britain) ટોક શો (Talk Show) બ્રિટનમાં ખૂબ જ પ્રખ્યાત છે. જેમાં વિવિધ પ્રકારના અત્યાચાર અને અકસ્માતનો ભોગ બનેલા લોકો (Victims) તેમના અનુભવો શેર કરે છે. શોના લેટેસ્ટ એપિસોડમાં માત્ર 21 વર્ષની ઉંમરે યૌન શોષણ (Sexual Assault)નો ભોગ બનેલી છોકરીની વાર્તા સાંભળીને હોસ્ટ (Show Host) રણવીર સિંહ (Ranveer Singh) આંસુ રોકી શકી નહીં. આ શોનું સંપૂર્ણ ટેલિકાસ્ટ આજે રાત્રે થશે.

ગુડ મોર્નિંગ બ્રિટેન શોના પ્રોડ્યુસર ITVને પીડિતા લીસા ફિલિપ્સે (Lisa Phillips) જણાવ્યું કે, જાતીય સતામણી પછી અપરાધ બોજ અને કડવી યાદોને સંબોધિત કરવા માટે તેને એવા અનેક શબ્દો કહેવામાં આવ્યા જે માત્ર સાંત્વના આપવાનો એક પ્રયાસ હતો. પરંતુ ખરેખર તે આરામ નહીં પરંતુ તકલીફદાયી હતા.

જર્નાલિસ્ટ પહેલા માણસ છીએ

આ શો પર પીડિતાની કહાની સાંભળીને સૌ કોઇ ઘેરા શોકમાં ડૂબી ગયા હતા. ટીવી શો હોસ્ટ રણવીર સિંહ કહે છે, “સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જર્નાલિસ્ટ હોવાથી અમારે કેમેરા સામે એલર્ટ રહેવું જોઇએ. પરંતુ જર્નાલિસ્ટ પહેલા અમે માણસી છીએ અને માણસોના દુઃખદ અનુભવોને સાંભળીને અમને પણ દુઃખ થાય છે, જે આંસુ રૂપે બહાર આવે છે.” વધુમાં તેણીએ જણાવ્યું કે લીસાની કહાની સાંભળતી સમયે મને તે વાતો યાદ આવી ગઇ, જે 12 વર્ષની ઉંમરમાં મારી સાથે બની હતી. અમુક દુઃખના ઘાવ ક્યારેય નથી ભરાતા, તે હંમેશા ક્યાંકને ક્યાંક રહે છે.

આ પણ વાંચો - યુવતીને બહેનની નણંદ સાથે થયો પ્રેમ, જાણો બે છોકરીઓના લગ્નની Inside story

માત્ર બે લોકોને જ કહી આપવીતી

પીડિતાએ ટોક શોમાં આગળ જણાવ્યું કે, 21 વર્ષની ઉંમરમાં તેની સાથે જે થયુ, તેના વિશે તેણે માત્ર 2 લોકોને જ જણાવ્યું છે. પરીવારને આ શો પર આવતા પહેલા જણાવવા ઇચ્છતી હતી. પીડિતાએ જે રીતે સ્થિતિને સંભાળી રણવીર સિંહે તે વાતની ખૂબ સરાહના કરી હતી.

હોસ્ટે પણ જણાવ્યું પોતાનું દુઃખ

શોના અંતમાં હોસ્ટ રણવીર સિંહે પણ તેના જીવનમાં બનેલા આવા એક કડવા અનુભવ વિશે વાત કરતા કહ્યું કે, મારી સાથે પણ એક વખત આવું થયું હતું અને તે વ્યક્તિ મરી ચૂક્યો છે. તેથી હું તે વાત સમજી શકું છું કે આવી વાતોને યાદ કરવી કેટલું પીડાદાયી છે અને તેના વિશે ફરી ક્યારેય શા માટે ન બોલવું જોઇએ.
Published by:Ashish Goyal
First published:

Tags: BRITAIN, વિશ્વ

विज्ञापन
विज्ञापन