Exclusive : સાચી અનામિકા શુક્લાની વાત- દુનિયા જેને કરોડપતિ કહે છે, તેની હકીકત જાણો

Exclusive : સાચી અનામિકા શુક્લાની વાત- દુનિયા જેને કરોડપતિ કહે છે, તેની હકીકત જાણો
અનામિકા શુક્લા

ન્યૂઝ 18એ અનામિકાના ઘરે જઇને તેમની સાથે એક્સ્ક્યૂઝિવ વાતચીત કરી છે.

  • Share this:
    ઉત્તર પ્રદેશના કસ્તૂરબા ગાંધી આવાસીય બાલિકા વિદ્યાલયમાં અનામિકા શુક્લા (Anamika Shukla) નામે લગભગ 25 જગ્યાએ ફર્જી તરીકે નોકરી કરી વર્ષભરમાં લગભગ 1 કરોડ રૂપિયા પગાર કમાવાવાળી શિક્ષિકાની સ્ટોરીમાં નવો વળાંક આવ્યું છે. આ મામલે સાચી અનામિકા શુક્લા સામે આવી છે. અનામિકાનું કહેવું છે કે તેમના દસ્તાવેજો સાથે ચેડા કરી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. અનામિકા હવે સરકારથી આ મામલે મદદ માંગી છે. ન્યૂઝ 18એ અનામિકાના ઘરે જઇને તેમની સાથે એક્સ્ક્યૂઝિવ વાતચીત કરી છે.

    ગોંડાના કમરાવામાં ભુલઇડીડ ગામની રહેવાસી અનામિકા શુક્લાએ કહ્યું કે 2017માં તેમણે કસ્તૂરબા આવાસીય બાલિકા વિદ્યાલયમાં સાયન્સ ટીચર માટે અરજી કરી હતી. તેનું માનવું છે કે કોઇએ તેના દસ્તાવેજો સાથે ચેડા કરીને આ કૌભાંડ આચર્યું છે. અનામિકાએ કહ્યું કે કેટલાક દિવસથી ન્યૂઝપેપરમાં નામ આવતું હતું મને લાગ્યું કે હશે કોઇ બીજી અનામિકા પણ પછી ન્યૂઝપેપરમાં ફોટોમાં પોતાની તસવીર જોઇ તો લાગ્યું આ તો મારા બીએડ વખતની તસવીર છે. જે પછી મને સમજાયું કે આ મારા વિષે જ કહેવામાં આવી રહ્યું છે. અનામિકાએ કહ્યું આ ઘટના વિષે મે મારા પતિ અને સસરાને જણાવ્યું અને તેમણે આ મામલે મને જે તે વિભાગમાં સંપર્ક કરવાનું કહ્યું. જે પછી હું બીએસએ કાર્યાલય લઇને આ માટે સંપર્ક કર્યો.



    અનામિકાએ વધુમાં કહ્યું કે જુલાઇ 2017માં મેં નોકરી માટે આવેદન કર્યું હતું. કસ્તુરબા આવાસીય બાલિકા વિદ્યાલયમાં સાયન્સ ટીચર માટે મેં સુલ્તાનપુર, જૈનપુર, બસ્તી, મિર્ઝાપુર અને લખનઉમાં અરજી કરી હતી. પણ તે સમયે હું ગર્ભવતી હતી અને કાઉન્સિલિંગ પહેલા જ મારું ઓપરેશન થતા હું કાઉસિલિંગમાં ના જઇ શકી.

    અનામિકાએ કહ્યું તેમની સાથે ખોટું થઇ રહ્યું છે. અને તેમાં શિક્ષા વિભાગના લોકો સામેલ છે. તેણે કહ્યું કે દરેક માણસ પોતાના માતા-પિતાનું નામ રોશન કરવા માટે ભણે છે હું સરકારને નિવેદન કરું છું કે મારી સાથે ન્યાય કરો અને આવા લોકોને સામે લાવો.



    નવાઇની વાત એ છે કે જે સ્કૂલમાં અનામિકા નામ પર ફરજી શિક્ષિકા રાખવામાં આવી હતી. તે જ શાળામાં સાચી અનામિકા ભણી હતી. અનામિકાના માર્ક્સ ખૂબ જ સારા હતા. તેને હાઇસ્કૂલમાં 77 ટકા હતા. તે ગોંડાના કસ્તૂરબા સ્કૂલમાં ભણી છે. 2009માં ઇટરમાં તેને 79 ટકા મળ્યા હતા. અને કુલ 500માંથી તે 393 હતી. ફિજિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં તેને ડિસ્ટિકનશન મળ્યું હતું.

    બીએડમાં તેને 60 ટકાથી વધુ નંબર મળ્યા હતા. ટીઇટીમાં તે 150માંથી 91માં નંબરે હતી. આ મેરિટ પર કસ્તૂરબામાં તેમની પસંદગી થવી પાક્કી હતી. અનામિકાએ સ્વીકાર્યું છે કે તેમણે 5 જગ્યાએ એપ્લાય કર્યું છે.
    Published by:News18 Gujarati
    First published:June 10, 2020, 15:41 pm

    ટૉપ ન્યૂઝ