Home /News /national-international /

ગોમતી રિવરફ્રન્ટ ગોટાળો: અખિલેશની મુશ્કેલીમાં વધારો થઈ શકે

ગોમતી રિવરફ્રન્ટ ગોટાળો: અખિલેશની મુશ્કેલીમાં વધારો થઈ શકે

અખિલેશ યાદવની ફાઇલ તસવીર

પ્રાપ્ત જાણકારી મુજબ, દેશના ચાર રાજ્યો યુપી, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં દરોડા શરૂ છે. લખનઉમાં ઈડીની ટીમે ગોમતી નગરના વિશાલ ખંડ અને રાજાજીપુરમ વિસ્તારોમાં દરોડા પાડ્યા છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: લખનઉમાં ગોમતી રિવર ફ્રન્ટ ગોટાળામાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની ટીમે દરોડા શરૂ કરી દીધા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, દેશના ચાર રાજ્યોમાં ઈડીની ટીમે દરોડા પાડ્યા છે. ઈડીએ ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીમાં દરોડા પાડ્યા છે. આ દરોડામાં સિંચાઈ વિભાગના પૂર્વ અધિકારી અને ગૈમન ઇન્ડિયા કંપનીના અધિકારીઓના આઠ ઠેકાણે દરોડા પાડ્યા છે.

    લખનઉમાં ઈડીની ટીમે ગોમતી નગરના વિશાલ ખંડ અને રાજાજીપુરમ વિસ્તારમાં દરોડા પાડ્યા છે. જાણકારી મુજબ, ગોમતી નગરના વિશાલખંડના મકાન નંબર 3/332માં આ સમયે દરોડા ચાલુ છે. રેડમાં એન્જિનિયરો અને ઈજારેદારોના ઘરોને ઈડીની ટીમ ફંફોળી રહી છે. રાજસ્થાનના ભિવાડીમાં પણ ઈડીના દરોડા શરૂ છે. હરિયાણાના ગુરૂગ્રામ, નોઈડાના સેક્ટર-62 સ્થિત આઈથમ ટાવરમાં પણ દરોડા ચાલુ છે.

    આ પણ વાંચો: ચૂંટણી ભાજપ અને મહાગઠબંધન વચ્ચે હશે, કોંગ્રેસ ચિત્રમાં નથી: પ્રશાંત કિશોર

    અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને ગોમતી રિવર ફ્રન્ટ ગોટાળાના આરોપી એન્જિનિયરોની સંપત્તિઓની એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. ઈડીને શંકા હતી કે ગોમતી રિવરફ્રન્ટના નિર્માણ સાથે જોડાયેલા અધિકારીઓએ કરોડો રૂપિયાની ગેરકાયદેસર સંપતિ એકઠી કરી છે. તપાસ બાદ એન્જિનિયરોની વિરુદ્ધ મની લોન્ડ્રીંગ એક્ટ મુજબ, તેમની એક એક સંપતિની તપાસ શરૂ કરાઈ છે.

    લખનઉમાં ગોમતી નગરનું એ નિવાસ જ્યાં ઈડીના દરોડા શરૂ છે.


    ઈડીએ આરોપી એન્જિનિયરોની અચલ સંપતિઓની તપાસ કરતા ગોમતી રિવર ફ્રન્ટ સાથે જોડાયેલા શિવ મંગલ સિંહ યાદવ, ચીફ એન્જિનિયર ગોલેશ ચન્દ્ર ગર્ગ અને તેમની પત્ની મધુબાલા ગર્ગ, પુત્ર તનુજ ગર્ગ સાથે પુત્ર વધુ સ્વાતિ તનુજ ગર્ગના ઘર, ફ્લેટ, કોમર્શિયલ લેન્ડ, અને અન્ય જમીનોની વિગતો આઈજી સ્ટામ્પ પાસે માગી હતી. ત્યારબાદ આઈજી સ્ટામ્પ સીતારામ યાદવે ઉત્તર પ્રદેશના તમામ 75 જિલ્લાના એઆઈજી સ્ટામ્પ સાથે જોડાયેલા આરોપી એન્જિનિયરો અને તેમના પરિજનોની સંપતિની વિગતો તાત્કાલીક ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો.

    વિશ્વનાં સૌથી મોટા ધાર્મિક ઉત્સવ Kumbh Mela 2019ની જુવો અભૂતપૂર્વ તસવીરો

    ઉલ્લેખનીય છે કે યોગી સરકારે પૂર્વ સમાજવાદી પાર્ટી સરકારની મહત્વાકાંક્ષી પરિયોજના ગોમતી રિવર ફ્રન્ટમાં ગોટાળાનો આક્ષેપ મૂકતા તપાસ શરૂ કરી હતી. હકીકતે 1,513 કરોડ રૂપિયાની આ યોજનામાં 1,437 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં પણ 65 ટકા જ કામ પુરુ થયું હતું, જ્યારે સમગ્ર યોજનાની 95 ટકા રકમ ખર્ચ થઈ હતી. સરકારે મે-2017માં નિવૃત જજ આલોક કુમાર સિંહની અધ્યક્ષતામાં ન્યાયીક તપાસ શરૂ કરાવી હતી. આ તપાસના અહેવાલના આધારે સરકારે સીબીઆઈ તપાસની માગ કરી હતી.

    Analysis:મોદી સામે પ્રિયંકા, વારાણસીમાં થઈ શકે છે 2019ની સૌથી મોટી ટક્કર!

    ICICI બેન્કના પૂર્વ CEO ચંદા કોચરના કેસમાં FIR નોંધાઈ, ચાર સ્થળો પર CBIના દરોડા
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gomti Riverfront, Uttarpradesh, Yogi adityamnath, અખિલેશ યાદવ, કૌંભાંડ, રેડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन