Gwalior: ટ્રેનો દ્વારા સોનાની દાણચોરીનો ખેલ ચાલી રહ્યો છે. ગ્વાલિયર-આગ્રા-ઝાંસી રેલવે ટ્રેક તસ્કરો માટે લોકપ્રિય છે. ગ્વાલિયર GRPએ એક વેપારીની ધરપકડ કરી તેની પાસેથી 50 લાખ રૂપિયાની કિંમતનું સોનુ જપ્ત કર્યું છે. વેપારીએ પોતાની કમરમાં કપડા દ્વારા સોનુ છૂપાવીને રાખ્યું હતું. GRPએ સોનાની ચેન અને બિસ્કિટ સહિત 900 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. .વેપારી સાગરથી આ સોનુ લઈને ગ્વાલિયર આવ્યો હતો.
અત્યારે ગ્વાલિયર વિસ્તારમાં ટ્રેનો દ્વારા સોનાની દાણચોરીનો ખેલ ચાલી રહ્યો છે. ગ્વાલિયર-આગ્રા-ઝાંસી રેલવે ટ્રેક તસ્કરો માટે લોકપ્રિય છે. ગ્વાલિયર GRPએ એક વેપારીની ધરપકડ કરી તેની પાસેથી 50 લાખ રૂપિયાની કિંમતનું સોનુ જપ્ત કર્યું છે. વેપારીએ પોતાની કમરમાં કપડા દ્વારા સોનુ છૂપાવીને રાખ્યું હતું. GRPએ સોનાની ચેન અને બિસ્કિટ સહિત 900 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. .વેપારી સાગરથી આ સોનુ લઈને ગ્વાલિયર આવ્યો હતો. જીઆરપીની પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે આ જ્વેલરીને સેમ્પલ તરીકે રાખે છે. તે સાગર અને ઝાંસીથી ઓર્ડર લાવે છે. પછી ગ્વાલિયરથી ઘરેણાં બનાવે છે અને સપ્લાય કરે છે.
જીઆરપી સ્ટેશન ઈન્ચાર્જ બબીતા કઠેરિયાએ જણાવ્યું કે બાતમીદાર પાસેથી સમાચાર મળ્યા કે એક વ્યક્તિ ટ્રેનમાંથી સોનુ લઈને પ્લેટફોર્મ નંબર એક પર આવવાનો છે. માહિતી બાદ પ્લેટફોર્મ નંબર એક પર દેખરેખ વધારી દેવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન જીઆરપીના જવાનોએ દેખાવના આધારે એક વ્યક્તિને અટકાવ્યો હતો. પરંતુ જીઆરપીને જોઈને તે દોડવા લાગ્યો હતો. જીઆરપીએ તેને પકડી લીધો. પકડાયેલા વેપારીનું નામ યોગેશ નાગીલ છે. તે ગ્વાલિયરનો રહેવાસી છે. આ પછી તેને પોલીસ સ્ટેશન લાવી તેનું ચેકિંગ કરવામાં આવ્યું. તેના પેન્ટના નીચે કમર પર કપડું બાધ્યું રાખ્યું હતું તેમાં દાગીના રાખ્યા હતા.જ્યારે જીઆરપીએ કાપડ ખોલ્યું તો તેમાંથી સોનાની ચેન અને સોનાના બિસ્કિટ પડવા લાગ્યા.
સોનાના બિલ અને દસ્તાવેજો ન મળતા મામલો GSTને સોંપવામાં આવ્યો યોગેશ નાગીલે પૂછપરછમાં જણાવ્યું કે તે સોનાના દાગીના બનાવે છે અને વેચે છે.ગ્વાલિયરથી તે સાગર, ઝાંસી અને બીજા ઘણા શહેરોમાં ઓર્ડર લેવા જાય છે. વેપારીઓ સેમ્પલ બતાવીને ઓર્ડર લે છે. તેની પાસેથી મળેલા બિસ્કિટ અને જ્વેલરીના સેમ્પલ છે, પરંતુ જ્વેલરીના બિલ વગેરે જેવા દસ્તાવેજો ન મળતાં જીઆરપીએ આ બાબતે જીએસટી વિભાગને જાણ કરી હતી. GSTએ પૂછપરછ માટે વેપારીને પોતાની કસ્ટડીમાં લીધો છે.
ગ્વાલિયર ઝોનમાં ટ્રેનો દ્વારા સોનાની વધતી જતી દાણચોરી
ગ્વાલિયરથી ઝાંસી અને આગ્રા સુધી સોનાની દાણચોરીનું મુખ્ય માધ્યમ બની ગયું છે.છેલ્લા એક વર્ષમાં જીઆરપીએ ટ્રેન દ્વારા સોનાના દાગીનાની દાણચોરીના છ જેટલા કેસ પકડ્યા છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ બબીતા કઠેરિયાનું કહેવું છે કે ટ્રેનોમાંથી બે નંબરનો માલ ટ્રેનોથી તસ્કરી કરવાની સૂચના મળી રહી હતી. તહેવાર દરમિયાન આ પ્રવૃત્તિઓ વધે છે. આ જ કારણ છે કે રેલવે સ્ટેશનથી લઈને ટ્રેનોમાં પણ સતત ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર