નવી દિલ્હી : દેશના એરપોર્ટ (Airport) પર સતત સોના (Gold Smuggling) અને ડ્રગ્સની (Drugs)તસ્કરી કરનારની ધરપકડ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તસ્કરી કરનાર પણ રોજ રોજ નવી નવી રીત અપનાવીને સુરક્ષા એજન્સીઓની નજરમાંથી બચવાનો રસ્તો કાઢતા હોય છે. આવો જ એક ચકિત કરી દેનારો મામલો સામે આવ્યો છે. ઇમ્ફાલ એરપોર્ટ (Imphal Airport)પર સીઆઈએસએફની (CISF)ટીમે એક એવા પ્રવાસીને પકડ્યો છે જે પોતાના પ્રાઇવેટ પાર્ટમાં સોનાની તસ્કરી કરી રહ્યો હતો.
સીઆઈએસફની (Central Industrial Security Force)ટીમ તરફથી એરપોર્ટ પર સખત તપાસ દરમિયાન પ્રવાસી પકડાયો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે જે પ્રવાસીને ગોલ્ડની તસ્કરીના આરોપમાં પકડ્યો છે તેની ઓળખ કેરલના એમડી શરીફના રૂપમાં થઇ છે. આ પ્રવાસી પાસેથી 909 ગ્રામ સોનું મળી આલ્યું છે. આરોપી પ્રવાસી ગોલ્ડને રેક્ટમમાં (Rectum)સંતાડીને ઇમ્ફાલથી દિલ્હી જઈ રહ્યો હતો. આ ગોલ્ડની કિંમત 42 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
CISFના પ્રવક્તાના મતે ઇમ્ફાલ એરપોર્ટ પર રહેલા એસઆઈ બી દિલ્હીએ શંકાના આધારે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઈ-890 પર ઇમ્ફાલથી દિલ્હી જઈ રહેલા એક પ્રવાસીને સુરક્ષા હોલ્ડ એરિયામાં ચેકિંગ માટે રોક્યો હતો. જ્યાં તેની બોડી કેવિટીમાં કેટલાક મેટલ પદાર્થ હોવાની માહિતી મળી હતી. પૂછપરછમાં તે કશું જવાબ આપી શક્યો ન હતો.
આ પછી મેડિકલ તપાસ માટે રૂમમાં લાવવામાં આવ્યો હતો અને તેના શરીરના નીચેના ભાગનો એક્સ રે કરવામાં આવ્યો હતો. જેમાં મેટાલિક આઈટમના રેક્ટમમાં સંતાડવાની માહિતી મળી હતી. જે પછી આરોપી પ્રવાસીએ બોડી કેવિટીમાં ગોલ્ડને પેસ્ટના રૂપમાં લઇ જવાની વાત જણાવી હતી. આરોપીની બોડીમાંથી ચાર પેકેટ ગોલ્ડ પેસ્ટ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 909.68 ગ્રામ હતું અને તેની કિંમત 42 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર