અમેરિકાના જેમ્સ, સ્વિટ્ઝરલેન્ડના માઈકલ મેયર, ડિડિયરના નામે રહ્યો ફિઝિક્સનો નૉબેલ

News18 Gujarati
Updated: October 8, 2019, 8:53 PM IST
અમેરિકાના જેમ્સ, સ્વિટ્ઝરલેન્ડના માઈકલ મેયર, ડિડિયરના નામે રહ્યો ફિઝિક્સનો નૉબેલ
જેમ્સ પીબલ્સ, માઈકલ મેયર અને ડિડિયર ક્વેલોજ

2019નો નૉબેલ પ્રાઈઝ કેનેડા મૂળના અમેરિકન વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સ અને સ્વિટ્ઝરલેન્ડના વૈજ્ઞાનિકો માઈકલ મેયર અને ડિડિયર ક્વેલોજને આપવાની જાહેરાત કરવામાં આવી

  • Share this:
ભૌતિક ક્ષેત્રમાં 2019નો નૉબેલ પ્રાઈઝ કેનેડા મૂળના અમેરિકન વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સ અને સ્વિટ્ઝરલેન્ડના વૈજ્ઞાનિકો માઈકલ મેયર અને ડિડિયર ક્વેલોજને આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જેમ્સ પીબલ્સને ફિઝિકલ કૉસ્મોલોજીમાં સૈદ્ધાંતિક શોધ માચે નૉબેલ આપવામાં આવશે. જ્યારે સ્વિટ્ઝરલેન્ડના વૈજ્ઞાનિકો માઈકલ અને ક્વેલોજને સૂરજ જેવા તારાની ઍક્ઝોપ્લેટ ઑર્બેટિંગ સંબંધિત શોધ માટે આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પુરસ્કારનો અડધો ભાગ જેમ્સને આપવામાં આવશે, જ્યારે બીજો અડધો ભાગ સ્વિટ્ઝરલેન્ડના વૈજ્ઞાનિક માઈકલ મેયર અને ડિડિયર ક્વેલોજને વહેંચવામાં આવશે. નૉબેલ પુરસ્કાર વિજેતા 10 ડિસેમ્બરે સ્ટૉકહોમમાં ભેગા થશે, જ્યાં તેમને મેડલ આપવામાં આવશે.

જો આ વૈજ્ઞાનિકોના વિષયમાં વાત કરીએ તો, પીબલ્સ (84)નો જન્મ કેનેડામાં થયો પરંતુ તે બાદમાં અમેરિકામાં જઈ વસ્યા. મેયર (77)નો જન્મ સ્વિટ્ઝરલેન્ડના લૌસાનામાં થયો છે અને તે જિનેવા યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. જ્યારે ડિડિયર જિનેવા યુનિવર્સિટી અને બ્રિટનની કેમ્બ્રિઝ વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલા છે.

ઉલ્લેખનીય છે કે, નોબૅલ પારિતોષિક સ્વિડીશ પારિતોષિક છે. જેની શરૂઆત ૧૮૯૫માં સ્વિડીશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલે કરી હતી. પ્રથમ પારિતોષિક સન. ૧૯૦૧માં શાંતિ, સાહિત્ય, રસાયણ શાસ્ત્ર, શરીર વિજ્ઞાન અથવા વૈદક અને ભૌતિક શાસ્ત્ર માટે આપવામાં આવ્યો હતો. અર્થ શાસ્ત્ર માટેનું પારિતોષિક સને.૧૯૬૯ માં શરૂ કરાયું હતું.

ડાયનેમાઇટના શોધક ડો. આલ્ફ્રેડ નોબેલ સ્વિડિશ વૈજ્ઞાનિક હતા. તેઓએ કરેલી વૈજ્ઞાનિક શોધો દ્વારા તેમને અઢળક કહી શકાય એટલા પ્રમાણમાં ધન પ્રાપ્ત થયું હતું. ડાયનેમાઇટનો બહોળો ઉપયોગ યુધ્ધ લડવામાં થયેલો જોઇ તેમનું દિલ અત્યંત દુ:ખી થયું હતું. એમની અઢળક સંપત્તિમાંથી ખપ પૂરતું ધન રાખી બાકીની મિલકતનો સદ્ઉપયોગ કરવા માટે તેમણે એક વસિયતનામું બનાવ્યું. આ વસિયતનામા મુજબ તેમની મિલકતના વ્યાજમાંથી સાહિત્ય, વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને શાંતિ એમ કુલ છ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિવિશેષને દર વર્ષે ૯૦ લાખ સ્વિડિશ ચલણની રાશિનું પારિતોષિક એનાયત કરવામાં આવે છે.
First published: October 8, 2019
વધુ વાંચો
अगली ख़बर