ગોડ્ડા, ઝારખંડ : સરકારી સ્વાસ્થ્ય વ્યવસ્થા પર લોકોનો ભરોસો કાયમ રહે તેના માટે ગોડ્ડા જિલ્લાની ડેપ્યુટી કમિશ્નર કિરણ કુમારી પાસી (Kiran Kumari Pasi)એ અનોખી પહેલ કરી. તેઓએ ખાનગી હૉસ્પિટલને બદલે સરકારી હૉસ્પિટલ (Government Hospital)માં પોતાની ડિલીવરી કરાવી. કિરણ કુમારીએ સિઝેરિયન ઑપરેશનથી દીકરાને જન્મ (Birth) આપ્યો. રાજ્યમાં આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ મહિલા આઈએએસ અધિકારીએ સરકારી હૉસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હોય. ડીસી કિરણ કુમારીની આ પહેલને તમામ લોકો વખાણી રહ્યા છે.
ડેપ્યુટી કમિશ્નરની પહેલના થઈ રહ્યા છે વખાણ
મહિલા વિશેષજ્ઞ ચિકિત્સક ડૉ. પ્રભા રાની પ્રસાદની આગેવાનીમાં મેડિકલ ટીમે રવિવાર સવારે કિરણ કુમારીની સફળ ડિલીવરી કરાવી. ડિલીવરી બાદ ખુશી વ્યક્ત કતાં ડૉ. પ્રભાએ જણાવ્યું કે શ્રીમતી પાસે અને બાળકને ડૉક્ટરોની દેખરેખમાં 48 કલાક માટે હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું કે ડેપ્યુટી કમિશ્નરની આ પહેલથી સામાન્ય લોકોને સરકારી હૉસ્પિટલ પર ભરોસો વધશે.
સફળ ડિલીવરી બાદ પતિ વ્યક્ત કરી ખુશી
ડિલીવરી દરમિયાન કિરણ કુમારી પાસીના પતિ પુષ્પેન્દ્ર રરોજ પણ સરકારી હૉસ્પિટલમાં ઉપસ્થિત હતા. તેઓ ગોડ્ડાના પુનસિયા સ્થિત કૃષિ મહાવિદ્યાલયમાં ડીનના પદે કાર્યરત છે. ગોડ્ડા સરકારી હૉસ્પિટલમાં બ્લડ બેંક ખોલવાનો મામલો હોય કે પછી કૃષિ મહાવિદ્યાલયમાં અભ્યાસ શરૂ કરવાની વાત હોય, ડીસી કિરણ કુમારી પાસીએ તેને પ્રાથમિકતા આપીને તે કામ પૂરા કરાવ્યા છે. જિલ્લાની સ્વાસ્થ્ય સુવિધાઓને સુધારવા પ્રત્યે પણ તેઓ સંવેદનશીલ છે.ગોડ્ડા સરકારી હૉસ્પિટલમાં તેમની પહેલ પર ડિલીવરી કરાવવાની તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
આ પણ વાંચો, બર્થડે પાર્ટી દરમિયાન PCS અધિકારીની પત્ની સાથે ટૉયલેટમાં થઈ છેડતી