ગોડ્ડા : ઝારખંડ (jharkhand)ના ગોડ્ડાના મહેરમામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમી (boyfriend) 4 દિવસ સુધી ગર્લફ્રેન્ડ (Girlfriend) સાસરીમાં રહ્યો અને પોતાને માસા હોવાનું કહીને મહેમાનગતિ પણ માણી. ઉલ્લેખનીય છે કે, બિહારના પુંસીયા રજૌનની રહેવાસી આશા કુમારીના લગ્ન કુંદન નામના યુવક સાથે થયા હતા. લગ્નના 4 મહિના પછી, કુંદન નોકરીની શોધમાં દિલ્હી ગયો. અહીં આશાએ તેના પ્રેમી (boyfriend)ને પોતાની સાસરીમાં બોલાવી લીધો અને પોતાના માસા હોવાનું કહીને 4 દિવસ સુધી રાખ્યો. આ દરમિયાન સાસરિયાઓએ તેની વાત માની અને પ્રેમીની જબરદસ્ત મહેમાનગતી પણ કરી.
આશાના સસરા બનવારી મંડલે જણાવ્યું કે, જ્યારે યુવક સાથે પારિવારિક વાતચીત ચાલી રહી હતી. જ્યારે તેના સંબંધીઓ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તે ફસાયેલો દેખાયો. ત્યારબાદ જાણવા મળ્યું કે, યુવક માસા નથી પણ પુત્રવધૂનો પ્રેમી છે. આ પછી, પ્રેમિકાએ પ્રેમીને ગુરુવારે શાંતિથી ભગાડી દીધો. પરંતુ પ્રેમી શનિવારે રાત્રે ફરી એક વખત પ્રેમિકા પાસે પહોંચી ગયો.
સસરાના કહેવા મુજબ, તેમને શંકા હતી કે, આ છોકરો કદાચ ફરીથી તેની વહુના ઘરે તેને મળવા આવશે. એટલા માટે તે રાત્રે જાગતા જ હતા. અને તેમની શંકા સાચી પડી અને છોકરો શનિવારે ફરી ઘરે આવ્યો અને પકડાઈ ગયો. આ પછી ગ્રામજનોએ તેને ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધી દીધો અને પોલીસને બોલાવી સોંપી દીધો.