મિત્રતાની મિશાલ : મિત્રના મૃત્યું બાદ 40 મિત્રોએ ઉઠાવી પરિવારની જવાબદારી, ઘર બનાવ્યું, ભરણપોષણ પણ કરે છે
મિત્રતાની મિશાલ : મિત્રના મૃત્યું બાદ 40 મિત્રોએ ઉઠાવી પરિવારની જવાબદારી, ઘર બનાવ્યું, ભરણપોષણ પણ કરે છે
અસલી મિત્રતાની કહાની
આજે Friendship Day છે, આજે અમે તમને મિત્રતાની એક એવી કહાની જણાવીશું, જે જાણી તમારી આંખમાં પાણી આવી જશે, અને તમે પણ બોલી ઉઠશો કે, આને કહેવાય અસલી ફ્રેન્ડશીપ ડે.
Friendship Day : આજે ફ્રેન્ડશીપ ડે (Friendship Day) છે. બધા લોકો મિત્રોને સોશિયલ મીડિયા (Social Media) પર મેસેજ કરી વિશ કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને એક અસલી મિત્રતાની કહાની (Real Friendship Story) જણાવીશું, જે જાણી તમને પણ મિત્રતા કોને કહેવાય, મિત્રનું જીવનમાં શું મહત્વ છે. કેવી મિત્રતા હોવી જોઈએ. તેનો ખ્યાલ આવશે, તથા મિત્રતાની આ કહાની જોઈ બોલી ઉઠશો કે, આને કહેવાય અસલી મિત્રતા.
ઝારખંડના ગોડ્ડામાં બાળપણના મિત્રોએ મિત્રતાની શાનદાર મિશાલ કાયમ કરી છે. દોઢ વર્ષ પહેલા મિત્ર વિરેન્દ્ર કુમારનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે બાળપણના મિત્રોને આ વિશે ખબર પડી ત્યારે 40 મિત્રો એક પછી એક ભેગા થયા. અને 7 લાખ ભેગા કર્યા, પહેલા મિત્રના પરિવાર માટે મકાન બનાવ્યું. સાથે, મિત્રની વૃદ્ધ માતા, પત્ની અને બે બાળકોને રહેવા અને ખાવાની કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડતો તે માટે બધા ભેગા થઈ દર મહિને ભરણપોષણ માટે 15 હજાર રૂપિયા મોકલે છે.
વ્યવસાયે ફોટોગ્રાફર વીરેન્દ્રનું 22 ડિસેમ્બર 2019ના રોજ શહેરના કારગિલ ચોક રોડ પર અકસ્માતે મોત નિપજ્યું હતું. ત્યારબાદ માતા કિરણ દેવી, પત્ની એશ્વર્યા અને ત્રણ વર્ષના પુત્ર પર આફતનો પહાડ તૂટી પડ્યો. પરંતુ વીરેન્દ્રના બાળપણના 40 મિત્રો તેના માટે દેવદૂત બનીને સામે આવ્યા છે.
તાજેતરમાં જ ઘરનું બાંધકામ પૂર્ણ થયું. શ્રાવણના પહેલા દિવસે ગૃહપ્રવેશ કરવાનો હતો, પરંતુ ઘરમાં પુરૂષ સભ્ય ન હોવાથી પૂજામાં કોણ બેસશે, તેને લઈ વૃદ્ધ માતા ચિંતિત હતી. પછી મિત્રોએ નક્કી કર્યું કે, વિરેન્દ્રનો મિત્ર કૌસ્તુભ પૂજા કરવા બેસશે. આ રીતે કૌસ્તુભે ગૃહપ્રવેશની પૂજા કરી. મિત્રોએ પરિવારના પરિચિતોને ઘરના પ્રવેશ પર આમંત્રિત કર્યા અને આ ઇવેન્ટમાં કોઈ કસર ન છોડી. વિરેન્દ્રના પરિવારને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી, તેના મિત્રો હંમેશા તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.
કૌસ્તુભે કહ્યું કે, જ્યારે લગ્ન કે અન્ય કાર્યક્રમમાં મિત્રના પરિવારમાં પૈસાની સમસ્યા હોય ત્યારે વિરેન્દ્ર હંમેશા ઉભો રહેતો હતો. તે ભાડાના મકાનમાં રહેતો હતો. અમે તેની ખાલી જમીન પર મકાન બનાવવા માટે નાણાંની વ્યવસ્થા કરી. કોઈએ ઈંટો તો, કોઈએ સિમેન્ટની વ્યવસ્થા કરી. પોતે જ માથા પર ઈંટો અને સિમેન્ટ નાખીને મજૂર તરીકે કામ કર્યું અને મિત્રના પરિવારને ઘર બનાવી આપ્યું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર