બકરીએ પેટનો ખાડો પુરવા કર્યો જબરદસ્ત જુગાડ, Video જોઈ તમે પણ બોલી ઉઠશો - 'India's GOAT talent'

તસવીર ક્રેડિટ - screenshot from @rupin1992 tweeted video

બકરી ઝાડ (Goat jugaad)ની પત્તીઓ ખાવા એટલે કે પેટનો ખાડો પુરવા એવો જુગાડ (Goat amazing jugaad to eat) કરે છે કે, તમને જોઈને મજા આવી જશે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો

 • Share this:
  Social Media Viral Video : દરેક વ્યક્તિ પેટનો ખાડો પુરવા માટે મહેનત કરે છે, જાત જાતના જુગાડ (Jugaad Video), આઈડીયા, લગાવી પેટનો ખાડો પુરે છે. તો કેટલીક વખત પ્રાણીઓ પણ એવી હરકત કરે છે કે, જે જોઈ આંખો પર વિશ્વાસ નથી થતો. આવો જ એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે, જેમાં આપણને પ્રાણીઓની રમુજી અને વિચિત્ર હરકત જોવા મળે છે. આ વિડીયો જોયા પછી તમે પણ તમારા હાસ્યને રોકી નહીં શકો. આ વીડિયોમાં એક બકરી ઝાડ (Goat jugaad)ની પત્તીઓ ખાવા એટલે કે પેટનો ખાડો પુરવા એવો જુગાડ (Goat amazing jugaad to eat) કરે છે કે, તમને જોઈને મજા આવી જશે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

  સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલો આ વીડિયો બકરીનો છે. જેમાં તે ઝાડમાંથી પાંદડા ખાવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ વૃક્ષ એટલું ઊંચું છે કે તે પાંદડા સુધી પહોંચી શકતી નથી. ઘણા પ્રયત્નો પછી, બકરીએ તેના મગજનો ઉપયોગ અદભૂત જુગાડ (Goat jugaad) કરવા માટે કર્યો અને સરળતાથી ઝાડના પાંદડા ખાધા.

  આ પણ વાંચોLockdownમાં બે વાર પ્રેગનન્ટ થઈ મહિલા, માત્ર એક વર્ષમાં બની 4 બાળકોની માતા

  એક IPS અધિકારી રૂપીન શર્માએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બકરી ઝાડના પાંદડાને ઊંચેથી ખાવા માટે પરેશાન થઈ રહી હતી, કેમ કે, પાંદડા સુધી પહોંચવામાં તે અસમર્થ છે. પછી તે ઝાડની નજીક ઉભેલી ભેંસ પર કુદકો મારી ચઢી જાય છે અને આનંદથી પાંદડા ખાવાનું શરૂ કરે છે. ભેંસ પણ તેની મદદ માટે જાણે તૈયાર હોય તેમ બકરીને હેરાન નથી કરતી.  આ વિડીયો જોયા બાદ દરેક વ્યક્તિ બકરીના જુગાડની પ્રશંસા કરી રહ્યા છે અને એમ પણ કહી રહ્યા છે કે, માત્ર મનુષ્યો જ નહીં પણ પ્રાણીઓ પણ જુગાડ કરવાનું જાણે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 23 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. રૂપિન શર્માએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, India's GOAT talent.. તો બીજી બાજુ, લોકો વિડિઓ જોઈ તેના પર ખૂબ રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published: