નવી ગાઈડલાઈન: ગોવા ફરવા જતાં લોકો માટે ખાસ સૂચના, સરકારે જાહેર કર્યા આ નવા નિયમ
ગોવામાં સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી
નવી એડવાઈઝરી અનુસાર, પર્યટક હવે ઓપન પ્લેસમાં ખાવાનું પકાવી શકશે નહીં. આવું કરવા પર 50 હજાર સુધીનો દંડ ભરવો પડશે. તો વળી બીચ પર દારુ પીનારા લોકો પર પણ કડક કાર્યવાહી થશે. સરકારે પહાડી વિસ્તાર અને ખતરનાક જગ્યા પર સેલ્ફી નહીં લેવાની સલાહ આપી છે, જેથી દુર્ઘટનાઓ રોકી શકાય.
ગોવામાં ટૂરિસ્ટ્સની પ્રાઈવસી અને સેફ્ટીને ધ્યાનમાં રાખતા સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર હજારો રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. તેમાં કહેવાયુ છે કે, ટૂરિસ્ટ સાથે અથવા તેમનો ફોટો પાડતા પહેલા તેમની પરમિશન લેવી પડશે, ખાસ કરીને જ્યારે તેઓ તડકામાં સુઈને આનંદ માણી રહ્યા હોય, અથવા તો દરિયામાં મસ્તી કરતા હોય. સરકારનું કહેવુ છે કે, આનાથી પર્યટકોની પ્રાઈવસીનું સન્માન થશે.
નવી એડવાઈઝરી અનુસાર, પર્યટક હવે ઓપન પ્લેસમાં ખાવાનું પકાવી શકશે નહીં. આવું કરવા પર 50 હજાર સુધીનો દંડ ભરવો પડશે. તો વળી બીચ પર દારુ પીનારા લોકો પર પણ કડક કાર્યવાહી થશે. સરકારે પહાડી વિસ્તાર અને ખતરનાક જગ્યા પર સેલ્ફી નહીં લેવાની સલાહ આપી છે, જેથી દુર્ઘટનાઓ રોકી શકાય.
રજિસ્ટર હોટલમાં રોકાવાની સલાહ આપી
આ ઉપરાંત ગોવા સરકારે ટૂરિસ્ટને ગોવાની ઐતિહાસિક ઈમારતોને નુકસાન નહીં પહોંચાડવાની અપીલ કરી છે. એટલું જ નહીં ઓવરચાર્જિંગથી બચવા માટે ટેક્સીનું મીટર જોઈને ભાડૂ આપવા માટે કહ્યું છે. ગાઈડલાઈન અનુસાર ગોવા આવતા પર્યટકોને ટૂરિસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રજિસ્ટર હોટલમાં રહેવાની સલાહ આપી છે.
26 જાન્યુઆરીએ જાહેર કરી હતી એડવાઈઝરી
આપને જણાવી દઈએ કે, ગોવામાં દર વર્ષે મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે. જેમને ફ્રોડ ચોરીના બાઈક અથવા કાર ઓછા પૈસામાં વેચી દે છે. નવી ગાઈડલાઈન અનુસાર, ટૂરિસ્ટે આવા લોકોથી સાવધાન રહેવાની સલાહ આપી છે. આ ગાઈડલાઈન 26 જાન્યુઆરી ગોવા ટૂરિસ્ટ ડિપાર્ટમેન્ટે જાહેર કરી છે. સરકારનું કહેવુ છે કે, તેમનો ઉદ્દેશ્ય ટૂરિસ્ટની પ્રાઈવસી બનાવી રાખવાનો છે. તેમની સેફ્ટી અને ફ્રોડથી બચાવાના છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર