ગોવામાં મંગળવાર મોડી રાત્રે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP)ના બે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ ગઈ ગયા. 40 સભ્યોની વિધાનસભામાં હવે બીજેપીના 14 ધારાસભ્ય થઈ ગયા છે.
એમજીપી ધારાસભ્ય મનોહર અજગાંવકર અને દીપક પાવસકરે ધારાભ્ય દળને બીજેપીમાં વિલય કરવા માટે એક પત્ર આપ્યો, જેને ગોવા વિધાનસભા અધ્યક્ષ માઇકલ લોબોએ 1.45 વાગ્યે મંજૂરી આપી. જોકે, MGPના ત્રીજા ધારાસભ્ય સુદીન ગવલકરે પત્ર પર સહી નથી કરી.
મનોહર અજગાંવકર રાજ્ય સરકારમાં પર્યટન મંત્રી છે અને ધવલિકર ડેપ્યુટી સીએમ છે. ત્રણમાંથી બે ધારાસભ્યોએ વિલય કર્યો છે, જેનાથી તેઓ પક્ષપલટા વિરોધી કાયદાથતી બચી જશે. પક્ષપલટો કાયદા મુજબ, જો બે તૃતીયાંશ સંખ્યા વિલય માટે સહમત હોય તો આ લાગુ નથી થતું.
આ પહેલા એમજીપીએ મંગળવારે કહ્યું હતું કે, 'અમારા પ્રતિદ્વંદ્વી' એવું 'કાવતરું' રચી રહ્યા છે જેનાથી તેઓ ગોવામાં બીજેપીની આગેવાનીવાળી સરકારથી સંબંધ તોડીને નવી સરકાર બનાવવા માટે કોંગ્રેસનું સમર્થન કરી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર