Home /News /national-international /Goa Election: ગોવામાં મનોહર પર્રિકરના પુત્રને શિવસેનાનું સમર્થન

Goa Election: ગોવામાં મનોહર પર્રિકરના પુત્રને શિવસેનાનું સમર્થન

ઉત્પલ પર્રિકર પણજી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર છે.

ગોવા વિધાનસભા ચૂંટણી (Goa Election 2022)માં પણજી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મનોહર પર્રિકર (Manohar Parrikar)ના પુત્ર ઉત્પલ પર્રિકર (Utpal Parrikar)ના સરમર્થનમાં શિવસેના (Shiv Sena)એ પણજી બેઠક (Panaji Assembly Seat) પરથી પોતાનો ઉમેદવાર હટાવી લીધા છે.

વધુ જુઓ ...
પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Goa Election 2022) માટે તમામ પક્ષો પૂરજોશમાં ચૂંટણીના સંગ્રામમાં ઉતરી ગયા છે. ગોવા (Goa)માં પણ 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ ચૂંટણીઓમાં શિવસેના (Shiv Sena)એ પણજી બેઠક (Panaji Assembly Seat) પરથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો હતો. પરંતુ હવે પાર્ટીએ પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાંથી હટાવી લીધા છે. ખરેખરમાં શિવસેનાએ પણજી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મનોહર પર્રિકર (Manohar Parrikar)ના પુત્ર ઉત્પલ પર્રિકર (Utpal Parrikar)ને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર પણજી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પહેલા જ તમામ વિપક્ષી પાર્ટીઓને અપીલ કરી હતી કે જો ઉત્પલ પર્રિકરને બીજેપી તરફથી ટિકિટ આપવામાં ન આવે તો તેમનું સમર્થન કરો. સંજય રાઉતે સોમવારે ઉત્પલ પર્રિકરના સમર્થનમાં ટ્વીટ કર્યું છે. તેણે તેમાં કહ્યું છે કે,‘અમે અમારા શબ્દો પર અડગ છીએ. શિવસેના પણજી બેઠક પરથી પોતાના ઉમેદવાર શૈલેન્દ્ર વેલિંગકરની ઉમેદવારી પાછી ખેંચી રહી છે. એટલું જ નહીં શિવસેના સમર્થક ઉત્પલ પર્રિકરને સંપૂર્ણ સમર્થન આપશે.’

આ પણ વાંચો- Election 2022: ચૂંટણી લડવામાં મુશ્કેલી આવતા આ વ્યક્તિએ શહેરમાં લગાવ્યા ‘પત્ની જોઇએ છે’ના પોસ્ટર
 ઉત્પલ પર્રિકરના સમર્થનમાં સંજય રાઉતે ટ્વીટમાં આગળ લખ્યું,‘અમારું માનવું છે કે પણજીનું યુદ્ધ માત્ર ચૂંટણી જ નહીં પરંતુ ગોવાની રાજનીતિના શુદ્ધિકરણનું યુદ્ધ પણ છે.’

https://twitter.com/rautsanjay61/status/1488047551475761152

પણજી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ મનોહર પર્રિકર ભૂતકાળમાં ઘણી વખત કરી ચૂક્યા છે. વર્ષ 2019માં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના મૃત્યુ પછી યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે પણજી બેઠક કોંગ્રેસના ઉમેદવાર અતાનાસિયો મોનસેરેટ સામે હારી હતી. બાદમાં મોનસેરેટ કોંગ્રેસના અન્ય નવ ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો - Kishan Bharwad Case ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલાવવા માંગ, કોંગ્રેસ નેતાઓ પરિવારજનો મળી આપી સાંત્વના 

અમેરિકામાંથી માસ્ટર ડિગ્રી મેળવનાર બિઝનેસમેન ઉત્પલ પર્રિકરે માર્ચ 2019માં પિતાના અવસાન બાદ રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
First published:

Tags: Assembly Election 2022, Goa Assembly Elections, Goa News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો