ગોવાના DGP પ્રણવ નંદાનું દિલ્હીમાં કાર્ડિયાક અરેસ્ટથી મોત

ગોવા ડીજીપી (ફાઇલ તસવીર)

પ્રણવ નંદા દિલ્હીની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા, શનિવારે વહેલી સવારે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.

 • Share this:
  નવી દિલ્હી : ગોવાના પોલીસ વડા (Director General of Police) પ્રણવ નંદાનું શનિવારે વહેલી સવારે નવી દિલ્હીમાં કાર્ડિયાક અરેસ્ટથી મોત થયું છે. તેઓ નવી દિલ્હીના સત્તાવાર પ્રવાસે હતા. આઈજીપી (Inspector General of Police) જસપાલ સિંઘે આ માહિતી આપી હતી.

  પ્રણવ નંદા 1988ની બેચના IPS (Indian Police Service) અધિકારી હતા. નંદાએ આ જ વર્ષે ગોવાના ડીજીપી (GOA DGP) તરીકેનો ચાર્જ સંભાવ્યો હતો. નંદા અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને અન્ય કેન્દ્રસાશિત પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી હતી.

  જસપાલ સિંઘે ડીજીપીના મોત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "આ આઘાત પહોંચાડનારા સમાચાર છે."

  મળતી માહિતી પ્રમાણે પ્રણવ નંદા નદી દિલ્હી ખાતે સત્તાવાર મુલાકાતે હતા, શનિવારે વહેલી સવારે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.

  પ્રણવ નંદાના પત્ની સુંદરી પુડ્ડુચેરીના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવે છે. તેઓ બે દાયકા સુધી આઈબીમાં કામ કરી ચુક્યા છે. જે બાદમાં તેમના પુડ્ડચેરીના ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: