ગોવાના નાયબ મુખ્યમંત્રી ચંદ્રકાંત કાવલેકરે (Deputy CM chandrakant Kavlekar) સોમવારે આ મામલે પોલીસ ફરિયાદ આપી છે. તેમણે દાવો કર્યો છે કે કોઈએ તેમનો ફોન હૅક કરીને તેમાંથી અશ્લીલ સંદેશ મોકલ્યો છે.
ગોવાના નાયબ મુખ્યમંત્રી ચંદ્રકાંત કાવલેકરે (Deputy CM chandrakant Kavlekar) સોમવારે આ મામલે પોલીસ ફરિયાદ આપી છે. તેમણે દાવો કર્યો છે કે કોઈએ તેમનો ફોન હૅક કરીને તેમાંથી અશ્લીલ સંદેશ મોકલ્યો છે.
પણજી: ગોવાના નાયબ મુખ્યમંત્રી ચંદ્રકાંત કાવલેકરે (Chandrakant Babu Kavlekar) સોમવારે રાજ્યના સાઇબર સેલમાં ફરિયાદ આપી છે. જેમાં દાવો કર્યો છે કે તેમનો મોબાઇલ નંબર હૅક કરીને તેમાંથી એક વૉટ્સએપ ગ્રુપમાં વાંધાજનક વીડિયો ક્લિપ મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ ક્લિપ જ્યારે મોકલવામાં આવી હતી ત્યારે તેઓ ઊંઘી રહ્યા હતા. કાવલેકરે આ કેસમાં સામેલ તમામ લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
ચંદ્રકાંત કાવલેકરે સાઇબર પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, "આ વીડિયો ક્લિપ તેના ફોનમાંથી વૉટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવી હતી. અમુક અસામાજિક તત્વોએ 'Villages of Goa' નામના એક વૉટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો મૂકી દીધો હતો."
કાવલેકર સામે ફરિયાદ
નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, "વીડિયોને ફક્ત એક ગ્રુપમાં મોકલવામાં આવ્યો હતો. જે સમયે આ સંદેશ મોકલવામાં આવ્યો હતો ત્યારે ફોન તેમની પાસે ન હતો. હું વહેલો ઊંઘી ગયો હતો. છેલ્લા થોડા દિવસોમાં મારી છબીને ખરાબ કરવા માટે તેમજ મને બદનામ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે."
નાયબ મુખ્યમંત્રીએ પોલીસને આપેલી ફરિયાદમાં લખ્યું છે કે, "હું એ તમામ લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરું છું, જેમણે મારા મોબાઇલ સાથે છેડછાડ કરી છે અને તેમાંથી અશ્લીલ સામગ્રી મોકલી છે."
બીજી તરફ વિપક્ષે નાયબ મુખ્યમંત્રી વિરુદ્ધ આ માટે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ગોવા કૉંગ્રેસે સોમવારે સવારે 1.20 વાગ્યે વૉટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ કરવાનો આરોપ લગાવીને કાવલેકર વિરુદ્ધ ફરિયાદ આપી છે. ગોવા ફૉરવર્ડ પાર્ટીની મહિલા શાખાએ પણ અન્ય એક ફરિયાદમાં નાયબ મુખ્યમંત્રી સામે ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી છે.
આ પણ જુઓ-
" isDesktop="true" id="1037586" >
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ જે તે શહેરમાં સ્થાનિક વૉટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો અપલોડ કરી દેવાના બનાવો નોંધાયા રહ્યા છે. આ વોટ્સએપ ગ્રુપોમાં મહિલા સભ્યો પણ હોવાથી આવા કૃત્ય બદલ કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠતી હોય છે. જોકે, મોટાભાગના કેસમાં પક્ષ તરફથી જે તે વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર