મનોહર પારિકરનું નિધન : આજે રાષ્ટ્રીય શોક જાહેર, સાંજે થશે અંતિમ સંસ્કાર

News18 Gujarati
Updated: March 18, 2019, 7:41 AM IST
મનોહર પારિકરનું નિધન : આજે રાષ્ટ્રીય શોક જાહેર, સાંજે થશે અંતિમ સંસ્કાર
કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી બનવાવાળા તે પહેલા IITian હતા. ભારતના મહાન સપૂત સમય પહેલા અમને છોડીને ચાલ્યા ગયા

કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી બનવાવાળા તે પહેલા IITian હતા. ભારતના મહાન સપૂત સમય પહેલા અમને છોડીને ચાલ્યા ગયા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું લાંબી માંદગી બાદ રવિાવારે સાંજે નિધન થયું છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેમની તબિયત સ્થિર છે. જોકે, રવિવારે સાંજે સીએમ ઑફિસે તેમની તબિયત અત્યંત નાજૂક હોવાની પુષ્ટિ કરી હતી. જોકે, આ બધાની વચ્ચે રવિવારે સાંજે જાહેર કરવામાં આવ્યું છે કે ગોવાના મુખ્યમંત્રીનું નિધન થયું છે. આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે મનોહર પારિકરના નિધન પર 18 માર્ચે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.  દેશની રાજધાની અને તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની રાજધાનીમાં આજે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

મનોહર પારિકરના નિધનના સમાચાર મળતા જ દેશના તમામ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીથી લઈ કેટલાએ નેતાઓએ ટ્વીટર કે અન્ય માધ્યમથી દુખ વ્યક્ત કરી પોતાની લાગણી જણાવી છે. તો જોઈએ કોણે કેવી રીતે શોક વ્યક્ત કર્યો.

ગોવાના CM મનોહર પારિકરના સન્માનમાં 18 માર્ચે તમામ સરકારી ઓફિસ, સ્નાનીક સંસ્થાઓ, સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ, સહાયતા પ્રાપ્ત સંસ્થાઓ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાન 18 માર્ચે બંધ રહેશે.

સોમવાર સાંજે ગોવાના સીએમ મનોહર પારિકરના અંતિમ સંસ્કારમાં જશે ગૃહ મંત્રી રાજનાથ સિંહ

સાંજે 4 કલાકે કલા એકેડમીથી મીરામાર સુધી મનોહર પારિકરની અંતિમયાત્રા નીકળશે

સવારે 10.30 કલાકે મનોહર પારિકરના પાર્થિવ દેહને કલા એકેડમી લાવવામાં આવશે, જ્યાં સાંજે 4 કલાક સુધી સામાન્ય લોકો અને નેતાઓ શ્રદ્ધાંજલી આપી શકશે.

સાજે 5 કલાકે ગોવાના સીએમ પારિકરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પારિકરજીએ પુરા દેશને દેખાડ્યું કે, કેવી રીતે એક બીજેપી કાર્યકર્તા પોતાના કઠિન સમય દરમ્યાન પણ રાષ્ટ્ર પ્રથમ, પાર્ટી નેક્સ્ટ અને સેલ્ફ લાસ્ટના સિદ્ધાંત માટે પ્રતિબદ્ધ રહે છે - બીજેપી અધ્યક્ષ અમિત શાહ

પારિકરના નિધન પર શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, રક્ષા મંત્રી તરીકે પારિકરે જે નિર્ણયો લીધા, તેના માટે દેશ હંમેશા તેમનો આભારી રહેશે.

રક્ષામંત્રી નિર્મલા સિતારમને દુખ વ્યક્ત કરતા કહ્યું કે, હું તેમની પાસેથી ઘણું શીખી છું. રક્ષામંત્રી તરીકે સશસ્ત્ર દળોને આધુનિક બનાવવામાં તેમનું યોગદાન અદ્વિતિય છે.

મનોહર પારિકરના નિધન પર દુખ વ્યક્ત કરતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, તે મારા માટે તો, ભાઈની જેમ હતા. જેથી તેમનું નિધન મારા માટે તો વ્યક્તિગત છે.

કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કર્યું, મારા સારા મિત્ર મનોહર પારિકરના અસમય નિધનથી હું ખુબ દુખી છુ. તે સત્યનિષ્ઠાની એક મિશાલ હતા, જમીન સાથે જોડાયેલા નેતા હતા. કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી બનવાવાળા તે પહેલા IITian હતા. ભારતના મહાન સપૂત સમય પહેલા અમને છોડીને ચાલ્યા ગયા. ઈશ્વર તેમના આત્માને શાંતી આપે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મનોહર પારિકરના નિધન પર શોક વ્યક્ત કર્યો, તેમણે ટ્વીટ કરી કહ્યું કે, પારિકર પુરા એક વર્ષ એક ગંભીર બિમારી સામે લડ્યા. તમામ પાર્ટીના નેતા તેમનું સન્માન અને વખાણ કરતા હતા. તે ગોવાના પસંદગીના લોકોમાં એક હતા. શોકના આ સમયમાં મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ફેબ્રુઆરીમાં પારિકરને એડવાન્સ્ડ પેનક્રિયાટિક કેંસર હોવાની ખબર પડી. ત્યારબાદ તે ન્યૂયોર્ક, દિલ્હી, મુંબઈ અને ગોવાની હોસ્પિટલમાં સારવાર કરાવી ચુક્યા છે. અંતિમ દિવસોમાં પણજી પાસે સ્થિત તેમના પ્રાઈવેટ મકાનમાં જ ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી હતી.
First published: March 17, 2019, 9:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading