પણજી : ગોવામાં (Goa)14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. આ માટે બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત ઘણા પક્ષો પૂરા જોર સાથે ચૂંટણી (Goa Assembly Elections 2022) મેદાનમાં ઉતરી ચૂક્યા છે. આ પહેલા કોંગ્રેસે (Congress) ગોવાના મતદાતાઓને એ સુનિશ્ચિત કર્યું કે આ વખતે 2019ની જેમ દલબદલું જેવી ઘટના થશે નહીં. આ માટે કોંગ્રેસે (Goa Congress)પોતાના નેતાઓ સાથે ભગવાનને સાક્ષી માનીને સંકલ્પ કર્યો છે.
2019માં ચૂંટણી પછી કોંગ્રેસના લગભગ 10 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી અને બીજેપીમાં ગયા હતા. આ કારણે કોંગ્રેસે 36 ઉમેદવારોએ મંદિર, ચર્ચ અને મસ્જિદોમાં જઈને સંકલ્પ કર્યો છે કે આ ચૂંટણીમાં અને પછી પાર્ટી પ્રત્યે ઇમાનદાર રહીશું.
પણજીમાં મહાલક્ષ્મી મંદિર અને કોંકણીમાં બંબોલિમ ક્રોસમાં હાથ જોડીને ઉભા રહીને ચૂંટણીના ઉમેદવારોએ સંકલ્પ કર્યો કે ચૂંટણીમાં જીત પછી તે આગામી પાંચ વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી સાથે રહેશે. ઉમેદવારોએ શપથ લેતા કહ્યું કે દેવી મહાલક્ષ્મીના ચરણોમાં અમે બધા 36 લોકો શપથ લઇએ છીએ કે અમે કોંગ્રેસ પાર્ટી પ્રત્યે વફાદાર રહીશું. આ જ પ્રકારની શપથ બમ્બોલિમ ક્રોસમાં અપાવી હતી. આ પછી 34 પુરુષ ઉમેદવારોએ બેટિમની એક મસ્જિદમાં ચાદર ચડાવી હતી.
એડીઆરના રિપોર્ટ પ્રમાણે ગોવામાં ગત પાંચ વર્ષમાં લગભગ 24 ધારાસભ્યોએ એક પાર્ટી છોડીને બીજા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. જે 40 સભ્યોની રાજ્ય વિધાનસભાની કુલ સંખ્યામાં 60 ટકા છે. એડીઆર પોતાના રિપોર્ટમાં કહ્યું કે આ મામલામાં ગોવાએ એક વિચિત્ર રેકોર્ડ બનાવ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા દિગમ્બર કામતે કહ્યું કે ગોવાના લોકો સાંપ્રદાયિક સદભાવ માટે ઓળખાય છે. મહાલક્ષ્મી સામે અમે સંકલ્પ કર્યો છે કે અમે પાંચ વર્ષ સુધી સાથે રહીશું. મહાલક્ષ્મી અને બમ્બોલિમ ક્રોસ સામે શપથ લીધા છે, જ કેથોલિક સમુદાય માટે ઘણું શક્તિશાળી પૂજા સ્થળ માનવામાં આવે છે. અમે આને લઇને ઘણા ગંભીર છીએ અને કોઇપણ પાર્ટીને અમારા ધારાસભ્યોને ખરીદવાની મંજૂરી આપીશું નહીં.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર