Home /News /national-international /

Goa Assembly Election: Amit Palekar બનશે આપના CM પદના ઉમેદવાર, અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

Goa Assembly Election: Amit Palekar બનશે આપના CM પદના ઉમેદવાર, અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

અરવિંદ કેજરીવાલ

Goa Assembly Election 2022: કેજરીવાલે(Arvind Kejriwal) કહ્યું કે એવા ઘણા ઉમેદવારો છે જેમણે ક્યારેય ચૂંટણી (Goa Assembly Election) લડી નથી. ગોવાના સીએમ (AAP CM candidate in Goa)નો ચહેરો પણ એક નવો ચહેરો છે. ગોવા તેમના હૃદયમાં વસે છે. ગોવા માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર છે.

વધુ જુઓ ...
    પણજી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ ગોવામાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર (AAP CM candidate in Goa)ની જાહેરાત કરી છે. પાર્ટી અમિત પાલેકર (Amit Palekar)ના ચહેરા પર ગોવા વિધાનસભા (Goa Assembly Election 2022)ની ચૂંટણી લડશે. રાજ્યમાં ચૂંટણી 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં પૂર્ણ થશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર મતગણતરી 10 ફેબ્રુઆરીએ થશે. ગોવા ઉપરાંત પંજાબ અને ઉત્તરાખંડમાં પણ આ જ તબક્કામાં મતદાન થશે.

    પણજીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે, પાર્ટી ગોવાની તમામ 40 બેઠકો પર ચૂંટણી લડશે. જોકે, પાર્ટીએ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 39 બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા હતા, પરંતુ રાજ્યમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા હતા.

    આ પણ વાંચો: ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે જે ખતરા રૂપ છે : તબિબો

    આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ભાજપ-કોંગ્રેસના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે ગોવાના લોકો જ્યાં પણ આશા જોશે ત્યાં મતદાન કરશે અને 'કોંગ્રેસ ભાજપ માટે આશાવાદી છે, ગોવા માટે નહીં.' સીએમ ફેસ જાહેર થયા બાદ પાલેકરે ગોવાને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટી રાજ્યનો ખોવાયેલ ગૌરવ પાછું લાવશે. તેમણે કહ્યું, "મેં જે કહ્યું છે તે હું પૂર્ણ કરીશ. તેની ખાતરી છે."

    આ પણ વાંચો: corona death Compensation Claims: ગુજરાતમાં કોરોનાથી મૃત્યુમાં સહાયના દાવા અને સરકારના આંકડા વચ્ચે છે જબ્બર તફાવત, SCમાં રજૂ કર્યા આંકડા

    કેજરીવાલે બુધવારે કહ્યું હતું કે ગોવાના લોકો હાલના પક્ષોથી કંટાળી ગયા છે. સાથે જ તેમણે નેતાઓ પર રાજકારણ કબજે કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે ગોવાના લોકો દિલ્હી સરકારના કામની દેખરેખ રાખી રહ્યા છે.

    આ પણ વાંચો: Live news update: સામાજિક ન્યાય અધિકારી મંત્રાલયની પહેલ, રાજ્યમાં વૃદ્ધો માટે હેલ્પલાઇન નંબર જાહેર

    કેજરીવાલે કહ્યું કે એવા ઘણા ઉમેદવારો છે જેમણે ક્યારેય ચૂંટણી લડી નથી. ગોવાના સીએમનો ચહેરો પણ એક નવો ચહેરો છે. ગોવા તેના હૃદયમાં વસે છે. ગોવા માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર છે. એક એવો શખ્સ જે ગોવાના બધા લોકોને સાથે લઈ ચાલશે. અમીર- ગરીબ, દરેક ધર્મના લોકોને સાથે લઈને ચાલશે, ભણેલો હશે. અમિત પાલેકર ગોવામાં સીએમ ચહેરો હશે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: App, Cm arvind kejriwal, Goa Assembly Elections, દેશ વિદેશ

    આગામી સમાચાર