Goa Assembly Election: ભાજપે 34 ઉમેદવારોની યાદી જાહેર કરી, CM પ્રમોદ સાવંત સાંકેલિમ બેઠક પરથી લડશે ચૂંટણી
Goa Assembly Election: ભાજપે 34 ઉમેદવારોની યાદી જાહેર કરી, CM પ્રમોદ સાવંત સાંકેલિમ બેઠક પરથી લડશે ચૂંટણી
ફાઈલ તસવીર
Goa Assembly Election 2022: ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે ગોવા વિધાનસભા ચૂંટણી 2022 (Goa Assembly Election) જીતવા માટે 34 ઉમેદવારો (Goa BJP Candidates)ની યાદી જાહેર કરી હતી. ગોવામાં ભાજપે તમામ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
પણજી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે ગોવા વિધાનસભા ચૂંટણી 2022 (Goa Assembly Election) જીતવા માટે 34 ઉમેદવારો (Goa BJP Candidates)ની યાદી જાહેર કરી હતી. ગોવામાં ભાજપે તમામ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આંકડાની દ્રષ્ટિએ હજુ 6 બેઠકોની જાહેરાત બાકી છે. રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર, મતગણતરી 10 માર્ચે થશે. હાલ ગોવામાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની આગેવાની હેઠળની ભાજપની સરકાર છે.
બુધવારે જ સીએમ સાવંતે રાજ્યમાં પૂર્ણ બહુમતી હોવાનો દાવો કર્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "પહેલી વાર ગોવાની તમામ 40 બેઠકો પર ભાજપ ચૂંટણી લડી રહ્યું છે.
મને વિશ્વાસ છે કે ભાજપ બહુમતી વાળી સરકાર બનાવશે. અમારું લક્ષ્ય છે કે રાજ્યમાં 22થી વધુ બેઠકો જીતવાનું છે." ગોવા ઉપરાંત પંજાબ અને ઉત્તરાખંડમાં પણ એક જ તબક્કામાં મતદાન થવાનું છે.
સાવંતે કહ્યું કે, "ભાજપ છેલ્લા 10 વર્ષથી સરકારમાં છે. હું છેલ્લા ત્રણ વર્ષથી મુખ્યમંત્રી છું. આટલા વર્ષોમાં અમે રાજ્યમાં ઘણા વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને ગોવાના લોકો ખુશ છે. લોકો અમને ફરીથી મત આપવા માંગે છે અને ફરીથી સત્તામાં લાવવા માંગે છે." ઉત્પલ પાર્રિકરને લઈ તેમણે કહ્યું કે, 'ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ઉત્પલના સંપર્કમાં છે અને અમને ટૂંક સમયમાં જ સમાધાન મળી જશે.'
અહેવાલ મુજબ ઉત્પલ પણજીથી ટિકિટ ન મળવાથી નારાજ છે અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે. પાર્ટીએ ગુરુવારે જાહેર કરેલી યાદી મુજબ સીએમ સાવંતને સાંકેલિમ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
સાથે આવ્યા શિવસેના-એનસીપી
એનસીપી અને શિવસેનાએ સાથે મળીને ગોવા વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. બુધવારે બંને પક્ષો દ્વારા ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. એનસીપીના નેતા પ્રફુલ પટેલે કહ્યું હતું કે, "એનસીપી હંમેશા બિનસાંપ્રદાયિક વિચારો ધરાવતા સમાન વિચારધારા ધરાવતા પક્ષોને ટેકો આપે છે. આ વિચારધારાને પગલે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શિવસેનાની સાથે એમવીએ સરકાર બની હતી, જે યોગ્ય રીતે કાર્યરત છે. અમે ગોવામાં પણ એવું જ ઇચ્છીએ છીએ."
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર