જ્ઞાનવાપી કેસ: હિંદુ પક્ષ માટે મોટા સમાચાર, કથિત શિવલિંગની સુરક્ષા રાખવી પડશે
વિષ્ણુ શંકર જૈનની અરજી પર સુનાવણી
Gyanvapi Kash Vishwanath Case: જ્ઞાનાવાપી કેસ એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી પરિસરમાંથી મળેલા કથિત શિવલિંગના સંરક્ષણ અને સુરક્ષિત રાખવા માટેના આદેશને લંબાવી દીધો છે. આ મામલે જ્યારે 5 ડિસેમ્બરે આગામી સુનાવણી કરવામાં આવશે. માહિતિ પ્રમાણે આ મામલે કરવામાં આવેલી અપીલમાં હિંદુ પક્ષાકરોએ સુપ્રીમ કોર્ટના અંતિમ આદેશને આગળ વધારવા માટે માંગ કરી હતી. વચગાળાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કથિત શિવલિંગ પરિસરના સંરક્ષણની વાત કરી હતી.
નવી દિલ્હી: જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી પરિસરના મળેલા કથિત શિવલિંગની જાળવણી સલામતી માટે વચગાળાના આદેશને આગામી સુનાવણી સુધી લંબાવ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે જ્ઞાનવાપી કેસમાં દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી. આ અપીલમાં હિંદુ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશને આગળ વધારવા માટે માંગ કરી હતી. વચગાળાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કથિક શિવલિંગ પરિસરની સંરક્ષણની વાત કરી છે.
એડવોકેટ વિષ્ણુ શંકર જૈનની અરજી પર સુનાવણી
જોકે, અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીએ પણ કોર્ટમાં પોતાની દલીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુરુવારે એડવોકેટ વિષ્ણુ શંકર જૈનની અરજી પર સુનાવણી કરી હતી. હિંદુ પક્ષકારોના વકીલ જૈને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેમનો 17 મેનો આદેશ 12 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. આ મામલે વધુ સમય આપવો જોઈએ. જૈને આ મામલે તાકીદે સુનાવણીની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 17 મેના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે વચગાળાનો આદેશ આપ્યો હતો. તેમણે વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટને જે જગ્યામાં શિવલિંગ મળી આવ્યું હતું તેને સાચવવા અને સુરક્ષિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે લઘુમતીઓને જ્ઞાનવાપી મસ્જિદમાં નમાઝ અદા કરવાની મંજૂરી પણ આપી હતી. બીજી તરફ ફાસ્ટ ટ્રેક કોર્ટે પણ 8 નવેમ્બરે આપેલા આદેશને 14 નવેમ્બર સુધી ટાળી દીધો હતો. વાસ્તવમાં, કોઈએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અપીલ કરી હતી કે જ્યાંથી કથિત શિવલિંગ મળ્યું છે, ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે.
કાર્બન ડેટિંગની માંગને ફગાવામાં આવી
આ પહેલા ઓક્ટોબરમાં હિન્દુ પક્ષોએ કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ તપાસની માંગ કરી હતી. જ્ઞાનવાપી-શ્રિંગાર ગૌરી કેસમાં કોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની તપાસ થશે નહીં. પોતાના નિર્ણયમાં કોર્ટે કહ્યું કે, જ્યાંથી કથિત શિવલિંગ મળી આવ્યું છે, તેને સુરક્ષિત રાખવું જોઈએ. તમને જણાવી દઈએ કે 11 ઓક્ટોબરે કોર્ટે 14 ઓક્ટોબર સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર